________________
૨૪
પિતાના પ્રબળ પુરુષાર્થથી ઐહિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી તથા ધર્મ–ધ્યાન, તીર્થયાત્રા, દાન દ્વારા જીવનને ધન્ય બનાવી સ્વ. નગીનદાસભાઈએ આ અસાર સંસારમાંથી ઈ. સ. ૧૬૩ માં ચિરવિદાય લીધી. તેમની પાછળ પણ શ્રી અઠ્ઠાઈમહોત્સવ આદિ શુભ કાર્યો તેમના શ્રેયાર્થે કરવામાં આવ્યાં તેમજ એક શ્રી નગીનદાસ મગનલાલ હાઈસ્કૂલ હાલ તેમના નામથી ચલાવવામાં આવે છે.
બહુ જ નાની વયથી ધંધે લાગી ઘણું જ મહેનત કરી અમદાવાદ જેવા શહેરમાં કાપડની આગવી પેઢી શરૂ કરેલી, જેને લાભ પાછળના અમે બધાને મળ્યો છે. તેમનું પૂરેપૂરું ઋણ તો અમે અદા કરીએ તેમ નથી પણ “ફૂલ નહિ તો ફૂલની પાંખડી” તેમ ઉપર મુજબ અમારાથી બનતું કર્યું છે અને યથાશક્તિ કરીશું. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
શા, મણીલાલ મગનલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org