________________
૨૨
પોતાની ચીવટ અને ધંધાની આવડતથી સંવત ૧૯૭૨ માં શ્રી ચંદુલાલ જેસીંગભાઈની પેઢીમાં ભાગીદારીમાં જોડાયા. તેઓશ્રીનું લગ્ન પણ શ્રી રેવાબેન સાથે તે જ વરસમાં થયું અને ત્યારથી તેમને પુણ્યને સિતાર વધતો ચા. પિતે પેઢીમાં સારું કમાવા લાગ્યા તેમ તેમ પોતાના પિતાશ્રીની ઉદારતાપૂર્ણ પ્રેરણા અનુસાર ધનનો સદ્વ્યય કરવા લાગ્યા.
શ્રી વરસેડા મુકામે ચિત્ર-આસો માસની નવપદની ઓળીઓ કરાવી, ઓળી કરનાર ભાઈ-બહેનોને તેમજ સગાં-સંબંધીઓને શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરાવી.
સંવત ૧૯માં વરસડા મુકામે પરમપૂજ્ય આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ઉપધાન કરાવ્યાં અને ધનને સચ્ચય કર્યો. ઉપધાન કરનાર આરાધકોને ચાંદીની ડબીઓની પ્રભાવના કરી તથા ઉપધાન તપ વખતે થયેલ ઉપજમાંથી એક ચાંદી મઢેલું સિંહાસન ત્રિગડું બનાવી દેરાસરમાં મૂક્યું.
રેશનિંગના સમયમાં અનાજની મેંઘવારી વખતે માણેકપુરમાં સસ્તા અનાજની દુકાન ખેલી રાહત આપેલી.
વેપાર તો અમદાવાદ જ રહ્યો પણ રહેવા માટે સંવત ૧૯૩થી સાબરમતી આવેલા, ત્યારથી સાબરમતીમાં પણ નાના મોટા દરેક કામમાં સારો ફાળે આપવા લાગ્યા.
તેઓશ્રી કેળવણી ક્ષેત્રે પણ સારો ફાળો આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org