________________
શ્રી નગીનદાસ મગનલાલનું સંક્ષિપ્ત
( જીવનચરિત્ર છે શ્રી નગીનભાઈને જન્મ સંવત ૧૯૪૮ માં શ્રી વરસેડા મુકામે તેમના મોસાળમાં થયેલું. તેમના પિતાશ્રીનું નામ મગનભાઈ અને માતુશ્રીનું નામ નાનીબહેન ઉર્ફે ઉમિયાબહેન. બન્ને બહુ જ ઉદાર સ્વભાવનાં હતાં. તેમના સદ્દગુણે સહેજે શ્રી નગીનદાસભાઈમાં ઊતરેલા.
તેમના પિતાશ્રી મૂળ તો વરસેડાના જ પણ ધંધાર્થે માણેકપુર ગયેલા. શ્રી નગીનભાઈ તે વરસેડામાં પિતાના મોસાળમાં જ ઊછરેલા અને ગુજરાતી સાત ચેપડી સુધીને વિદ્યાભ્યાસ પણ ત્યાં જ કરેલ.
શ્રી મગનભાઈના બીજા ચાર દીકરા–શ્રી મણિલાલ, શ્રી પિપટલાલ, શ્રી બબાભાઈ અને શ્રી શકરાભાઈ તથા એક દીકરી જોઈતીબેન. જે બધાંને જન્મ માણેકપુરમાં થયેલે અને ત્યાં જ ભણેલા.
શ્રી નગીનદાસભાઈ ફક્ત ગુજરાતી સાત જ ચાપડીને અભ્યાસ કરી મુંબઈ નોકરી માટે ગયેલા; પણ ત્યાં ખાસ અનુકૂળતા નહિ આવવાથી અને તેમના પિતાશ્રીની મરજી પણ આટલી નાની વયમાં એટલે દૂર રાખવાની નહિ હોવાથી તેઓ અમદાવાદમાં શેઠ વીરચંદ દેવચંદની કાપડની પેઢીમાં નેકરી રહેલા. ત્યારબાદ ક્રમે ક્રમે તેમણે પોતાના બીજા બીજા ભાઈઓને પણ અમદાવાદ લાવી ધંધે લગાડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org