SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ [ દશ વૈકાલિક પણ કહ્યા છે. ૧-હીલિતા બીજા પ્રત્યે અસૂયા–અવજ્ઞાપૂર્વક બોલવું, ૨. ખિંસિતા=નિન્દાવચન, ૩-પોષારકર્કશ-કઠોર વચન, ૪–અસ ત્યા=જુક્રવચન, પ-ગાહસ્થી ગૃહસ્થની ભાષાથી(સાધુએ પુત્ર,ભાણેજ, પિતા, માતા, વગેરે) કહેવું અને ૬-કલેશે દીરણી શાન્ત થએલા કલેશ-કષાય વગેરેને પુનઃ પ્રગટ કરનારી. આ છ ભાષાઓ ઉપરાંત ગશાસ્ત્રમાં તે “અન્યને પીડા થાય તેવું સત્ય પણ નિષેધ્યું છે. ભાષાના ઉપર જણાવેલા ચાર પ્રકારો પણ વ્યવહારનયથી જાણવા. નિશ્ચયનયથી તે ૧-સત્ય અને ૨ અસત્ય, બે જ પ્રકારે કહ્યા છે અને તે યુક્તિસંગત પણ છે. તેની વ્યાખ્યા એવી કરી છે કે-જેનાથી સ્વ-પર હિત થાય તે સત્ય અને અહિત થાય તે અસત્ય અર્થાત આરાધક-વિરાધક બે ભાવો હોવાથી નિશ્ચયનયથી ભાષાના પણ બે જ પ્રકારે છે, એમાં સર્વ પ્રકારે અંતર્ગત છે. અહીં કહેલા ચાર પ્રકારોને વિશેષતયા સમજવા માટે તેના અનુક્રમે-૧૦–૧૦–૧૦ અને ૧૨ એમ કર ઉત્તર ભેદ કહ્યા છે. તેમાં સત્યને દશ ભેદ ટુંકમાં આ પ્રમાણે છે. ૧–તે તે દેશમાં બોલાતા રૂઢ શબ્દો બીજા ક્ષેત્રમાં તે અર્થમાં ન બોલાતા હોય તો પણ સત્ય માનવા તે જનપદસત્ય (જનપદ એટલે દેશ). ૨-સર્વ લોકમાં સામાન્યતયા જે સત્ય મનાય તે સમતસત્ય, (જેમ કે કુમુદાદિ-અન્ય કમળા પણ કાદવમાં (પંકમાં) ઉપજે છે, છતાં અરવિન્દ પુષ્પને જ સૌ “પંકજ માને છે) ૩-એકડાની સામે બે મિડાં સ્થાપવાથી સે, ત્રણથી હજાર, ચારથી દશહજાર, વગેરે મનાય છે, અથવા માટી–લેપ-ચુને-પત્થર, વગેરેની પ્રતિમાઓમાં તે તે વ્યકિતની સ્થાપના કરી તેને અરિહંત વગેરે મનાય છે, તે સર્વ સ્થાપના સત્ય. ૪-દરિદ્ર છતાં નામ કુબેર રાખ્યું હોય તેને નામ માત્રથી કુબેર (ધનપતિ) કહેવો--માનવો તે નામસત્ય. ૫-સાધુતા વિના દંભથી સાધુવેષ ધારણ કરનારને સાધુ, કે સ્ત્રીને વેશ પહેરનાર પુરુષને સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy