________________
અધ્યયન સાતમું]
૧૯૧ વગેરે કહેવું તે રૂપસત્ય, –કનિષ્ઠાની અપેક્ષાએ અનામિકા અંગુલીને મોટી અને મધ્યમાની અપેક્ષાએ ન્હાની કહેવી, ઈત્યાદિ અપેક્ષાથી બેલાય તે પ્રતીસત્ય, ૭-લેકવ્યવહારમાં ઘાસ બળવા છતાં પર્વત બળે છે, પાણી ગળવા છતાં ભાજન ગળે છે” વગેરે બોલાય છે તે વ્યવહા૨સત્ય, ૮-પાંચે વર્ણો હોવા છતાં “ભમરે કાળે છે, શંખ ધોળે છે” વગેરે અમુક વર્ણાદિની વિશિષ્ટતાથી વસ્તુને તેવી કહેવી તે ભાવસત્ય, ૯-છત્ર રાખે તે છત્રધર, દંડ રાખનારને દંડી, વગેરે તે તે સંયોગથી વસ્તુને તેવી કહેવી તે સત્ય અને ૧૦ - મોટા તળાવને સમુદ્ર, બુદ્ધિહીનને પશુ” કહી તે તે ઉપમા આપવી ત ઉપમા સત્ય સમજવું.
બીજી અસત્યભાષાના ૧૦ ભેદો આ પ્રમાણે છે. ૧-ક્રોધને વશ થઈ દાસને દાસ, આંધળાને અંધ, વગેરે કહેવું તે ક્રોધ અસત્ય, ૨-અભિમાનને વશ થઈ સ્વામી નહિ છતાં પિતાને સ્વામી કહે, વગેરે માનઅસત્ય, ૩-અન્યને ઠગવા માટે માયાથી બોલવું તે માયાઅસત્ય, ૪-લોભથી અલ્પમૂલ્યવાળી વસ્તુને બહુમૂલ્ય કહેવી, વગેરે લોભઅસત્ય, પ-કામરાગને વશ બની “સ્ત્રીને હું તારો દાસ છું” વગેરે રાગથી બેલવું તે પ્રેમઅસત્ય, ૬-એ પ્રમાણે દ્વેષથી “ગુણવાનને પણ નિર્ગુણ વગેરે કહે તે દ્વેષઅસત્ય, ૭-હાસ્ય (મશ્કરી) કરતાં “કૃપણને દાતાર' કહે, વગેરે હાસ્ય અસત્ય ૮-ભયથી ગભરાઈને યા તદ્દા બોલવું તે ભય અસત્ય, ૯ વાત (ધર્મકથા) કરતાં ન બન્યું હોય તેવું પણ વર્ણન કરવું તે “કથા” એટલે આ ખ્યાયિકાઅસત્ય અને ૧૦ બીજાના વચનને પ્રતિઘાત કરવા માટે ચોર કહેનારને તું ચર’ વગેરે બોલવું તે ઉપઘાતઅસત્ય જાણવું.
ત્રીજી મિશ્રભાષાના દશ પ્રકારે આ પ્રમાણે છે–૧- ઉત્પન્ન થએલી વસ્તુ ન્યૂનાધિક છતાં “દશ કમાયો, દશ બાલકે જમ્યાં, સો. રૂપીયા આપીશ” વગેરે બોલવામાં બરાબર તેટલી જ સંખ્યા ન હેવાથી એટલે અંશે અસત્ય અને “જમ્યા, કમાયો, આપ્યા” વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org