________________
‘સુરસુંદરી ચરિયં’ મહાકાવ્ય
પ્રસ્તુત ‘સુરસુંદરી ચરિય' નું મહાકાવ્ય તરીકે મુલ્યાંકન કરી વિદ્વાનોએ એની પ્રશંસા કરી છે. એના વિશિષ્ટ પાસાઓનું દિગ્દર્શન કરાવ્યુ છે. કેટલાક વિધ્વાનોના અભિપ્રાયો એમના જ શબ્દોમાં જોઇએ.
ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી
સુરસુરિ ચરિય વિષે લખે છે કે
રસનિષ્પત્તિની દૃષ્ટિએ આ કાવ્ય ઉત્કૃષ્ટ છે. આમાં વિવિધરસોનો સમાવેશ થયો હોવા છતાં શાંતરસનો નિર્મલ સ્વચ્છ પ્રવાહ પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખે છે.
-
આમ તો આ કાવ્ય મહારાષ્ટ્રી ભાષામાં લખાયું છે છતા એના પર અપભ્રંશનો
પ્રભાવ છે.
આ કાવ્યની કેટલીક વિશિષ્ટતાઓ
# સમસ્ત કાવ્ય પ્રૌઢ અને ઉદાત શૈલીમાં લખાયું છે.
= સાંસારિક સંઘર્ષની વચ્ચે જીવનના વિરાટ સ્વરૂપનું અહીં વિશ્લેષણ થયું છે. - પ્રકૃતિ ચિત્રણ પણ આ કાવ્યમાં સરસ જોવા મળે છે.
* સંવાદો સરલ અને ઓજપૂર્ણ છે.
# લક્ષ્ય સિદ્ધિ માટે દાર્શનિક અને આચારાત્મક માન્યતાઓની યોજના છે. # સ્વભાવોક્તિ, અતિશયોક્તિ, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાન્ત આદિનો સમુચિત સમાવેશ કરાયો છે.
વસ્તુવર્ણનમાં – ભીષણ અટવી, મદનમહોત્સવ, વર્ષાઋતુ, વસન્ત, સૂર્યોદય, સૂર્યાસ્ત, પુત્રજન્મોત્સવ, વિવાહ, યુદ્ધ, સમુદ્રયાત્રા, ધર્મસભા, નાયિકાના રૂપસૌંદર્ય, ઉદ્યાન ક્રીડા વગેરેના મનોરમ વર્ણનો છે.
આ વર્ણનોને સરસ બનાવવા લાટાનુપ્રાસ, યમક, શ્લેષ, ઉપમા, ઉત્પ્રેક્ષા, અર્થાન્તરન્યાસ, રૂપક વગેરેનો ઉચિત પ્રયોગ કર્યો છે.
ચરિત્રનો મનોવૈજ્ઞાનિક વિકાસ, પ્રવૃત્તિઓના માર્મિક ઉદ્ઘાટન અને અલગ અલગ માનવીય વ્યાપારોના નિરૂપણમાં કવિને પૂર્ણ સફળતા મળી છે.
(પ્રાકૃતભાષા ઔર સાહિત્યકા, આલોચનાત્મક ઇતિહાસ પૃ. ૩૧૯-૩૨૩) ડૉ. જગદીશચન્દ્ર જૈન આ મહાકાવ્ય વિષે જણાવે છે કે :
આ પ્રેમખ્યાન કાવ્ય ગુણોથી સંપન્ન છે. અહીં શબ્દાલંકારો સાથે ઉપમાલંકારોનો સુંદર પ્રયોગ થયો છે. ઉપમાઓ બહુ સુદંર છે. રસોની વિવિધતામાં કવિએ કૌશલ્ય દાખવ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org