________________
આ. જિનેશ્વરસૂરિની શિષ્ય પરંપરામાં ઘણા વિદ્વાનો થયા છે. અને તેઓએ ઘણાં ગ્રંથો રચ્યા છે. ધનેશ્વરમુનિ પણ એ જ પ્રભાવક ગુરુપરંપરાના એક ઝળહળતા રત્ન છે.
સુરસુંદરી ચરિયું ગ્રંથકારે પ્રારંભમાંજ ગા. (૩૫ અને ૪૪ ) માં ૨૫૦ લોકપ્રમાણ ૧૬ પરિચ્છેદ દ્વારા આ ગ્રંથ રચવાની પોતાની ભાવના વ્યક્ત કરી છે અને પોતાની યોજના અનુસાર તેઓએ રચના કરી છે. અંતિમ પરિચ્છેદમાં એક ગાથા વધુ છે તે અપવાદ બાદ કરતાં સંપૂર્ણ ગ્રંથ રપ૦૪૧૬+૧=૪૦૦૧ શ્લોકમાં પૂર્ણ કર્યો છે. આવી ચુસ્ત યોજના પ્રમાણે ગ્રંથ-રચના કરવા છતાં ગ્રંથકારશ્રીએ – કથા પ્રવાહ એવો સરસ અને સરળ રીતે વહેવડાવ્યો છે કે જરા પણ રસક્ષતિ વિના વાચક એમાં વહે જાય છે. અનાવશ્યક વિસ્તાર કે સંક્ષેપ કર્યો હોય એવું લાગતું નથી.
મકરકેતુ અને સુરસુંદરીના પ્રણયને આલેખતી આ કથાનું નામકરણ નાયિકાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે.
વિવિધ પ્રકારના વર્ણને અને દેશ્ય શબ્દોના કારણે પ્રાકૃતના સામાન્ય અભ્યાસીઓ માટે અધ્યયન મુશ્કેલ બનતું.
વર્તમાનમાં પ્રાકૃત ભાષાઓનું અધ્યયન સંસ્કૃત ના અધ્યયન પછી અને સંસ્કૃતના માધ્યમથી થતું હોવાથી પ્રારંભિક અભ્યાસીઓને સંસ્કૃત-છાયાના સહારે પ્રાકૃતગ્રંથોનું વાંચન સુગમ પડતું હોય છે. સુપાસનાચરિયું, સમરાઇશ્ચકહા, જેવા વિશાળગ્રંથો પણ સંસ્કૃત-છાયા સાથે પ્રગટ થયા છે અને આદર પામ્યા છે. (વર્તમાનમાં એક મુનિરાજ કુવલયમાળાની સંસ્કૃત-છાયા કરી રહ્યા છે.)
અહીં પણ અભ્યાસીઓની સુગમતાને લક્ષ્યમાં રાખી વિદુષી સાધ્વીશ્રી મહાયશાશ્રીજીએ ઘણો પરિશ્રમ લઈ સંસ્કૃત-છાયા બનાવી છે.
જો કે આ કથાનું મુખ્યપાત્ર ‘સુરસુંદરી” છે. પણ, પ્રારંભમાં મકરકેતુના માતા-પિતાની કથા અને અવાંતર કથાઓની ગુંથણી છે. સુરસુંદરીનો ઉલ્લેખ છેક ૧૧માં પરિચ્છેદથી થાય છે. | મુખ્યતયા આર્યાછંદમાં ગ્રંથ-રચના થઈ છે છતા પરિચ્છેદના અંતે અને વિશિષ્ટવર્ણનમાં છંદ પરિવર્તન કરવામાં આવ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org