SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ B ‘‘સુપ્રસિદ્ધ યુરોપીય વિદ્વાન શ્રી સી. એમ. ટોને એ પોતાના ગ્રંથ ‘ટ્રેઝરી ઓફ સ્ટોરિજ’’ની ભૂમિકામાં સ્પષ્ટ રૂપથી સ્વીકાર્યું છે કે- જૈનોના કથાકોષમાં સંગૃહીત કથાઓ અને યુરોપીય કથાઓમાં નિકટનું સામ્ય છે.’ C ‘પ્રો. શ્રીચંદ્ર જૈન ઉક્ત ગ્રંથના પૃ. ૮૮૪માં જણાવે છે કે– ભારતીય લોકકથાઓમાં જૈન કથાઓનું વિશિષ્ટ સ્થાન છે. કથાઓની સંખ્યા પણ પર્યાપ્ત છે અને એના વિષય વિવેચનમાં પણ વિશિષ્ટ મૌલિકતા છે. વિશ્વના સમસ્ત અનુભવોને પોતાના આંચલમાં છુપાવતી આ કથાઓએ વિરક્તિ અને સદાચારને વિશેષ રીતે પ્રતિફલિત કર્યા છે.’’ ગ્રન્થકાર ગ્રન્થકારશ્રીએ પોતાની ગુરુપરંપરાનું વર્ણન પ્રશસ્તિમાં આ પ્રમાણે કર્યું છે. →ચાન્દ્રકુલમાં તપગચ્છમાં આ. હેમવિમલસૂરિ→આ. આનન્દવિમલસૂરિ-આ. વિજયદાનસૂરિ→ આ. શ્રી હીરવિજયસૂરિ→ આ. વિજયસેનસૂરિ ના આજ્ઞાવર્તી પં. અમરવિજયજીના શિષ્ય પં. કમલવિજય ગણીના શિષ્ય પં. હેમવિજયગણી. ગ્રન્થકારશ્રીના ગુરુદેવનો પરિચય આપતાં ત્રિપુટી મહારાજ લખે છે કે- “પં. કમલવિજયગણી(સં. ૧૬૧૦-૧૬૬૧) મારવાડના દ્રોણાડા (નાલા) ગામના શેઠ ગોવિંદ છાજડ ઓસવાલની પત્ની ગોમલદેવીએ કોલ્હરાજને જન્મ આપ્યો. તેને પં. અમરવિજયજીએ દીક્ષા આપી, તેનું નામ મુનિ કમલવિજય રાખ્યું. તેમને (૫૭માં) આ. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૪માં પંન્યાસપદ આપ્યું. પં. કમલવિજયગણી આ. હીરવિજયસૂરિના રાજ્યમાં સં. ૧૬૩૩ મહાસુદ ૧૩ના શુક્રવારે ‘સૌ’ ગામમાં હતા ત્યારે તેમના શિષ્ય પં. સત્યવિજયગણીએ જીરાવલા પાર્શ્વનાથ સ્તવન રચ્યું. પં. કમલવિજયગણી ઉગ્નવિહારી મોટાતપસ્વી અને અસરકારક ઉપદેશક હતા. તેમણે સં. ૧૬૬૧માં આ. વિજયસેનસૂરિની આજ્ઞાથી મહેસાણામાં ચોમાસું કર્યું અને સં. ૧૬૬૧માં આસો વિદે ૧૨ના રોજ મહેસાણામાં કાળધર્મ પામ્યા. તેમના શિષ્ય આશુકવિ પં. હેમવિજયગણિએ મહેસાણામાં ચોમાસામાં જ ‘પં કમલવિજયરાસ' રચ્યો.’ (જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૩ પૃ. ૫૦૧) ગ્રંથકારનો પરિચય આપતાં ત્રિપુટી મહારાજ જણાવે છે કે- ‘‘પં. હેમવિજય ગણિવર પં. કમલવિજય ગણિવરના બીજા શિષ્ય હતા. ઉદ્ભટ વિદ્વાન અને શીઘ્રકવિ હતા. જગદ્ગુરુ આ. હીરવિજયસૂરિ સં. ૧૬૩૯માં (જેઠ વદ ૧૨ના) ફત્તેપુરસિક્રી પધાર્યા ત્યારે પં. હેમવિજય ગણિવર પણ તેમની સાથે હતા. આચાર્યશ્રી અને સમ્રાટ અકબરની ફત્તેપુરસીક્રીમાં પહેલી મુલાકાત થઇ ત્યારે પં. હેમવિજય ગણિવર પણ ત્યાં હાજર હતા. તેઓ સં. ૧૬૮૭માં ઇડરમાં કાળધર્મ પામ્યા. ગ્રંથો પં. હેમવિજય ગણિવરે ઘણા ગ્રંથો રચેલા છે. તેના નામ આ પ્રમાણે મળે છે. ૧૩પાર્શ્વનાથચરિત્ર-મહાકાવ્ય’ ગ્રં. ૩૧૬૦ સં. ૧૬૩૨ ૨ ‘અન્યોક્તિ-મુક્તા-મહોદધિ’ (રચના વિ.સં. ૧૬૫૬) ૧. ‘‘મુનિસુંદરરાજ્યમાં થયેલા લક્ષ્મીભદ્રની શાખામાં શુભવિમલ, અમરવિજય, કમલવિજયના શિષ્યહેમવિજય.’' જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પેરા ૯૫૯. જૈન સંસ્કૃત સા. નો ઇતિ. ભાગ-૧ પૃ. ૨૫૪. ૨. જૈનગૂર્જર-કવિઓ ભા. ૩ પૃ. ૨ મુજબ અષાઢવદ ૧૨ના કાળધર્મ થયો છે. ૩. આનું પ્રકાશન યશોવિજયગ્રંથમાળામાં થયું છે, અને પુનર્મુદ્રણ જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી વિ.સ. ૨૦૪૫માં કરવામાં આવ્યું છે. Jain Education International 5 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001835
Book TitleKatharatnakar
Original Sutra AuthorHemhans Gani
AuthorMunisundarsuri
PublisherOmkar Sahityanidhi Banaskantha
Publication Year1997
Total Pages380
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Story, & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy