________________
શ્રી વર્ધમાન જે. મૂ. પૂ. સંઘ કતારગામ દરવાજા
વિ. સં. ૨૦૪૨માં પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાના પાવન પગલાં સૂરત કતારગામ દરવાજા વિસ્તારમાં થયા ત્યારે અહીં શ્રાવકોના ઘરો બહુ થોડાં હતાં. પૂ. આ. ભ. શ્રીના સાંનિધ્યમાં શ્રી વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સ્થાપના થઇ. અને પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મળતાં ધાતુના ભગવાનને અને ૨૦૪૭માં પાષાણના શ્રી મહાવીરસ્વામિ પ્રભુને સંધના જિનાલયમાં બિરાજમાન કરવા ભાગ્યશાળી બન્યા.
વિ. સં. ૨૦૪૩માં આ. ભ. શ્રી વિજયભદ્રસૂરિ પાઠશાળાની સ્થાપના થઈ. આ પાઠશાળા સાથે વાવ નિવાસી દોશી રીખવચંદ ત્રિભોવનદાસ પરિવારનું નામ જોડવામાં આવ્યું છે.
ઉપાશ્રય નિર્માણનો લાભ પણ દોશી રીખવચંદ ત્રિભોવનદાસ પરિવાર તરફથી સ્વ. દોશી છોટાલાલ રીખવચંદભાઇના શ્રેયાર્થે લેવામાં આવ્યો છે.
પૂજ્યશ્રીના સમગ્ર સમુદાયનો આમારા શ્રીસંઘ ઉપર હંમેશા વાત્સલ્યભાવ વર્ષો રહ્યો છે.
પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા. અને પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ.સા. એ વિ. સં. ૨૦૫૧માં પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા.ને (ત્યારે પંન્યાસ) અને વિ.સં. ૨૦૫૩માં પૂ. મુનિશ્રી મોક્ષેશવિજયજી મ. અને પૂ. મુનિશ્રી કલ્પજ્ઞવિજયજી મ. સા.ને પર્યુષણની આરાધના કરવા મોકલતાં શ્રીસંઘમાં આરાધના ઉલ્લાસભેર થયેલ.
- પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની દિવ્યઆશીષના બળે અમારો શ્રીસંઘ સતત વિકાસ કરી રહ્યો છે. અનેક ગામોમાંથી આવીને વસેલા શ્રાવકો એક રાગે આરાધના કરી રહ્યા છે.
ઉપાશ્રયની જગ્યા નાની પડતી હોવાથી પૂ. ગુરુદેવોની પ્રેરણાથી અમે વિશાળ જગ્યા લેવા ભાગ્યશાળી બન્યા છીએ.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો લાભ અમને આપવા માટે પૂજ્યશ્રીના અમે ઋણી છીએ. અમારા શ્રીસંઘના સ્થાપના બાદ પ્રથમ પર્યુષણપર્વની આરાધનાપૂ.મુ.શ્રી જયાનંદવિજયજી મ.સા. એ કરાવી છે.
ટ્રસ્ટી ગણ શ્રી વર્ધમાન જે. મૂ. પૂ. સંઘ કતારગામ દરવાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org