________________
[ ૧૭ ]
શ્રાવિધિ
!
પણ સંઘપૂજા કરવાને; પ્રતિવર્ષે પ્રભાવના કરીને કે પોસાતી જમાડીને કે કેટલાક શ્રાવકને જમાડીને યથાશક્તિ સાધમિક વાત્સલ્ય કરવાનો, કે પ્રતિવર્ષે દીન હીન દુઃખીયા શ્રાવકને યથાશક્તિ ઉદ્ધરવાને દરરોજ કેટલાક લેગસનો કાર્યોત્સર્ગ કરવાને; નવા જ્ઞાનને અભ્યાસ કરવાના કે તેમ ન બની શકે તો ત્રણસેં પ્રમુખ સ્વાધ્યાય કરવાને; નિર તર દિવસે નવકારસી પ્રમુખ અને રાત્રે દિવસચરિમ (ચોવિહાર) વિગેરે પચ્ચખાણને કરવાને; બે ટંકના પ્રતિક્રમણ કરવાને; એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ.
ત્યારપછી યથાશક્તિ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવા, તેમાં સાતમાં પગ તમાં સચિત્ત અચિર મિશ્ર વરતુનું યથાર્થ જાણપણું રાખવું.
- સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ. પ્રાય: સર્વ ધાન્ય ધાણા, જીરૂં, અજમે, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ, આદિ સર્વ જાતિના દાણા સર્વ જાતિનાં ફળ, પત્ર, લુણ, ખારી (ધુળીએ ખાર), પાપડખાર, રાતો સિંધવ, સંચળ (ખાણમાં પાકેલો પણ બનાવટનો નહીં ), માટી, ખડી મચી લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત જાણવાં. પાણીમાં પલાળેલા ચણા ઘઉં વિગેરે કણુ તથા મગ, અડદ, ચણ આદિકની દાળ પણ જે પાણીમાં પલાળી હોય તો મિક જાણવાં; કેમકે, કેટલીક વાર પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે તેમજ પહેલાં લુણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા, ઘઉં, જવાર વિગેરે ધાન્ય; ખાર વિગેરે દીધા વિનાના ફક્ત શેકેલા તલ, ઓળા (પોપટા-લીલા ચણા) પહોંક, સેકેલી ફળી, પાપડી, તેમજ મરી, રાઈ, હીંગ પ્રમુખન વઘારવા માટે રાંધેલાં ચીભડાં, કાકડી તથા સચિત્ત બીજ જેમાં હોય એવાં સર્વ જાતિન પાકેલાં ફલ; એ બધાં મિશ્ર જાણવાં. જે દિવસે તલ પાપડી કરી હોય તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વિગેરેમાં જે તલપાપડી નાંખી હોય તે તે રોટલી પ્રમુખ બે ઘડી પછી અચિત્ત સમજવા. વળી દક્ષિણ દેશ માળવા વિગેરે દેશમાં ઘણે ગેળ નાખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવહાર છે. વળી વૃક્ષથી તત્કાળ લીધેલા ગુંદ, લાખ, છાલ, તથા નાળિયર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, સેલડી વિગેરેને તત્કાળનો કાલે રસ કે પાણ; તત્કાળ કાઢેલું તલ વિગેરેનું તેલ તત્કાળ ભાંગેલ નાળિયર, સીંગડાં, સોપારી પ્રમુખ ફળ; બીજ તત્કાળ કાઢી નાખેલાં પાકેલાં ફળ, ઘણું દબાવીને કણીયા રહિત કરેલ જીરૂં, અજમો વિગેરે, બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યારપછી અચિત્ત થાય એ વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે પ્રાયે અચિત્ત કીધેલા હોય તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા એ વ્યવહાર છે. જેમકે, કાચું પાણી, કાચાં ફળ,
૧ કેટલેક સ્થળોએ, ગામડાઓમાં, પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org