________________
- - -
-
-
-
-
-
- -
- -
-
t
" પ્રથમ દિન-પ્રારા !
[૧૨]
થાય છે, માટે દરરોજ વૃદ્ધવંદન કરવું. જેમનાથી વૃદ્ધ પુરુષની સેવા કરતા નથી તેઓ ધર્મ, જેણે રાજાની સેવા કરી નથી તેનાથી સંપદા, અને ઘણા માણસોએ સકારેલી વેશ્યાની મિત્રતા રાખતા નથી તેમનાથી આનન્દ દૂર રહે છે.
પ્રતિક્રમણ કરનારને પચ્ચખાણ કર્યા પહેલાં ચૌદ નિયમ ધારવાનાં હોય છે. તે ધારે તેમજ પ્રતિક્રમણ ન કરતો હોય તેણે પણ સૂર્યોદયથી પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા. શક્તિ પ્રમાણે નમુક્કાર સહિ આદિ ગંઠસહિ, એકાસણુ, બયાસણ પચખાણ કરવાં, ચૌદ નિયમ ધારેલા હોય તેણે દેસાવગાસીકનું પચખાણ કરવું, વિવેકી પુરુષે સદગુરુની પાસે સમ્યક્ત્વમૂળ શ્રાવકના યથાશકિત બાર વ્રત અંગીકાર કરવાં. એ બારવ્રતને અંગીકાર કરવાથી સર્વ પ્રકારથી વિરતીપણું મળવાનો સંભવ રહે છે. વિરતીને મહા ફળની પ્રાપ્તિ થાય છે. અવિરતીને તે નિગદીયા જીવની પેઠે મન, વચન, કાયાના વ્યાપાર ન હેવા છતાં પણ બહુ કર્મબંધાદિ મહાદેષને સંભવ થાય છે. કહ્યું છે કે –“જે ભાવવાળા ભવ્ય પ્રાણી એ થોડી પણ વિરતી કરી છે તેને દેવતા પણ ચાહે છે, કેમકે તે વિરતી (પચખાણ) દેવતા પોતે કરી શકતા નથી. એકેંદ્રિય જીવો કવળાહાર નથી કરતા પણ વિરતી પરિણામના અભાવથી તેઓને ઉપવાસનું ફળ મળતું નથી. મન, વચન, કાયાથી પાપ કરતા નથી તો પણ અનંત કાળ સુધી એકેન્દ્રિય જીવ એકેદ્રિયપણે જે રહે છે તે પણ અવિરતીનું જ ફળ છે. તિર્યંચ (અશ્વાદિક) કેરડા, આર, ભારવહન, વધ, બંધન વિગેરે સેંકડો દુઃખ પામે છે, તે જે પૂર્વ ભવમાં વિરતી કરી હતી તે પામતજ નહીં.”
અવિરતી નામકર્મના ઉદયથી દેવતાઓની પેઠે ગુરૂ ઉપદેશાદિકને યોગ છતાં પણ નવકારસી માત્રનું પચખાણ ન કીધું એવા શ્રેણિક રાજાએ ક્ષાયિક સમકિત હોવા છતાં અને વળી ભગવંત મહાવીરસ્વામીની વારંવાર વાણી સાંભળવા છતાં પણ કાગડા પ્રમુખના માંસ માત્રનું પચખાણ ન કીધું. પચખાણ કરવાથીજ અવિરતિને જીતાય છે. પચખાણ વળી અભ્યાસથી થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં કુશળપણું આવે છે. અનુભવસિદ્ધ છે કે, લેખનકળા, પઠનકળા, ગણિતકળા, ગીતકળા, નૃત્યકળા પ્રમુખ સર્વ કળાઓ અભ્યાસ વિના સિદ્ધ થતી નથી, માટે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. કહેલું છે કે –
अभ्यासेन क्रियाः सर्वाअभ्यासात्सकलाः कलाः ॥
अभ्यासाद्धयानमौनादिः, किमभ्यासस्य दुष्करम् ? ॥ १ ॥ અભ્યાસથી સર્વ ક્રિયા, સર્વ કળા અને ધ્યાન મોનાદિક સિદ્ધ થાય છે. અભ્યાસને શું દુષ્કર છે?
. નિરંતર વિતી પરિણામનો અભ્યાસ રાખ્યું હોય તો પરલેકમાં પણ તે પાછળ આવે છે. કહેલ : કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org