________________
[ ૬૮ ]
श्राद्धविधिप्रकरण ।
તીવ્ર ( આકરાં ) તપ કરવાથી કરોડો ભવમાં કરેલાં કર્મ(પાપ ) લીલા માત્રમાં જતાં રહે છે. ઊંચી અગ્નિની શિખામાં શું મોટાં કાષ્ઠ ( લાકડાં ) બળ્યા વિના રહે છે?” ( અર્થાત નથી રહેતાં એટલે બળી જાય છે તેમ જ તપથી પાપ નાશ પામે છે.)
આવાં વચન સાંભળીને તે જ મૃગધ્વજ કેવળીની પાસે પોતાનાં સર્વ પાપની આલોયણુ લઈ, માસખમણ વગેરે ઘણાં આકરાં તપ તપીને તે જ તી ચંદ્રશેખર મોક્ષપદ પામ્યો.
નિષ્કટક રાજ્યસુખ ભેગવતે શકરાજ રાજા પરમહંત પુરુષમાં એક જ દષ્ટાંતરૂપ થયો. વળી તેણે બાહા ( રાજાઓ ) અત્યંતર (ક્રોધાદિક) બે પ્રકારના શત્રુઓને જીત્યા રથયાત્રા, તીર્થયાત્રા, સંઘયાત્રા, એમ ત્રણ પ્રકારની યાત્રા ઘણું વાર કરી; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એમ ચાર પ્રકારના શ્રી સંઘની સમયે સમયે ભક્તિ કરી. એમ અનેક પ્રકારે વારંવાર તેણે ધર્મસેવન કર્યું. પદ્માવતી પટરાણી, વાયુવેગા લઘુ પટરાણી, એમ જ બીજી પણ ઘણું વિદ્યાધરની પુત્રીઓ તેને રાણીએ પણે થઈ ( અર્થાત તે ઘણી સ્ત્રીઓને સ્વામી થયે ). પદ્માવતી પટરાણીની કુખે પવાકર નામનો લક્ષમીના સ્થાન સમાન અને વાયુવેગાની કુખે વાયુસાર નામે પુત્ર પેદા થયો. તે બન્ને જણા કૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્રકુમારની જેમ પિતાના ગુણે કરીને પિતાના પિતા( શકરાજ )ના જેવા જ થયા. તેથી શુકરાજે પદ્માકરને રાજ્ય અને વાયુસારને યુવરાજપદ ખુશીથી સેંયાં. પછી બને રાણીઓ સહિત દીક્ષા લેઈને તે ભાવ શત્રુનો જય અને ચિત્તને સ્થિર કરવા માટે શત્રુંજય તીર્થો આવે. પણ આશ્ચર્ય છે કે, તે મહાત્મા ( શુકરાજ ) જેમ પર્વત પર પગથિયાં ચઢવા લાગે, તેમ જ શુકલ ધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યું. ત્યારપછી ઘણા કાળ સુધી પૃથ્વી પર વિચરતો અનેક પ્રાણીઓના અજ્ઞાન અને મેહરૂપ અંધકાર દૂર કરીને અનુક્રમે બન્ને સાધ્વીઓ સહિત કરાજ કેવળી મોક્ષસંપદા પામ્યા.
ભદ્રક પ્રકૃતિ, ન્યાયમાર્ગરતિ, વિશેષનિપુણમતિ, દઢનિજ વચનસ્થિતિ, એ ચારે ગુણ પ્રથમથી જ પામ્યાને લીધે સમ્યક્ત્વારોહણ કરીને કરાજે તેનો નિર્વાહ કર્યો, જેવડે તે પરંપરાએ શિવવધૂ વર્યો.
આ આશ્ચર્યકારક શુકરાજનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ ! પૂર્વોક્ત ચાર ગુણ પાળવાને ઉદ્યમવંત થાઓ.
ينفجاح محارغكارتكافح فكافيه
3 ઈતિ ભકત્વાદિગુણેષુ શુક્રાજ કથા સમાપ્તા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org