________________
प्रथम दिन-कृत्वप्रकाश ।
[ ૧૭ ]
તારું રૂપ બનેલું હતું, તેવું રૂપ રાખી શકું, એવી હવે મારામાં શક્તિ રહી નથી. હું પોતે પણ નિ:શક્તા બની જવાથી મારે સ્થાને જઉં છું, અને તું પણ ઘણું થયું માટે ઉતાવળે તારા સ્થાનકે ચાલ્યા જા. હવે તત્કાળ જ તારું મૂળ રૂપ બની જશે.” એમ કહીને જેટલામાં દેવી જાય છે એટલામાં તે તરત જ તેનું રૂપ બદલાઈ ગયું. આવાં વચન સાંભળનાર ચંદ્રશેખર લક્ષમીથી ભ્રષ્ટ થએલાની પેઠે હર્ષ રહિત ચિંતામાં પહેલે ચેરની માફક જેવામાં ત્યાંથી નાઠે એવામાં તો તત્કાળ ત્યાં સુકરાજ આવી પહોંચ્યા. પહેલાનાં શુકરાજના જ જેવું આ ખરા શુકરાજનું રૂપ દેખીને દીવાન પ્રમુખ સર્વે તેને બહુમાન આપીને તેના વધારે સ્વરૂપથી વાકેફ ન હોવા છતાં પણ હર્ષથી વિચારવા લાગ્યા કે, ખરેખર કેઈક કપટી જ આ શુકરાજનું રૂપ ધારણ કરી માવેલ હતું તે હમણાં જ જતો રહ્યો. છેશુકરાજને પોતાનું રાજય પ્રાપ્ત થયું એટલે તે નિશ્ચિત થઈને પૂર્વની પેઠે પેતાની પ્રજાને પાળવા લાગ્યો. પછી પ્રગટપણે પિતે ( શત્રુંજયસેવનનું ) ફળ જોયેલ હોવાથી રાજ્ય કરતાં તે ઇંદ્ર જે સંપત્તિવાન્ બનીને દૈવિક કાંતિવાળા નવા બનાવેલા વિણવાદાદિકના આડંબર સહિત સર્વ સામત, પ્રધાન, વિદ્યાધરો વગેરેના મોટા પરિવાર મંડળને સાથે લઈ મહત્સવપૂર્વક વિમળાચળ તીર્થ ઉપર યાત્રા કરવાને આવ્યો. તેની સાથે સદાચાર સેવવાથી જાણે કોઈએ મારો દુરાચાર તે જ જ નથી, એમ ધારતો
કા રહિત ચંદ્રશેખર પણ વિમળાચળની યાત્રા કરવા આવ્યું હતું. શુકરાજ સિદ્ધાચળે માવી તીર્થનાયક( શ્રીત્રાષભદેવસ્વામી)ને નમી, સ્તવી, પૂજીને મોટા મહોત્સવ કરી સર્વ સમક્ષ એમ બોલવા લાગ્યો કે, “આ તીર્થ ઉપર પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરવાથી મને શત્રુને જય થ (શત્રુથી મુક્ત–ભય રહિત થો) માટે આ તીર્થનું “શત્રુંજય” એવું નામ અર્થ સહિત જ છે. એ નામથી આ તીર્થ મહામહિમાવંત થશે.” ત્યાર પછી એ તીર્થ એ ( શત્રુંજય ) નામથી પૃથ્વીમાં ઘણું જ પ્રસિદ્ધ થયું છે. આવા અવસરે ચંદ્રશેખર પણ શીતળ પરિણામથી તીર્થનાયકને દેખીને અત્યંત ઉલસાયમાન (રોમાંચિત ) થવાથી પોતે કરેલાં કપટ અને પાપને નિંદવા લાગ્યો. ત્યારે તેને મહદય પદધારી મૃગધ્વજ કેવળી મહારાજ મળ્યા ત્યારે તેમને મોક્ષાથી તે પૂછવા લાગ્યું કે, “સ્વામિન ! કોઈ પણ પ્રકારે કર્મથી મારો છુટકે થશે કે કેમ?” મારે કેવળી મહારાજે જણાવ્યું કે, “આ તીર્થ ઉપર મન, વચન, કાયાની શુદ્ધિથી
લયણ લઈ, પશ્ચાત્તાપ કરી ઘણું આકરાં તપ કરીશ તો તારાં પણ પાપ તીર્થમહિમાથી જતાં રહેશે. કહ્યું છે કે –
जन्मकोटिकृतमेकहेलया, कर्म तीव्रतपसा विलीयते ॥ किं न दाह्यमतिबह्वपि क्षणादुच्छिखेन शिखिनाऽत्र दह्यते ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org