SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ] તેમનાં ચંદ્રશેખર અને ચંદ્રાવતી નામ આપ્યાં. શરીરની શોભાની સાથે પરસ્પર સ્પર્ધા કરતા બને વધવા લાગ્યા. યૌવનાવસ્થાને પ્રાપ્ત થયેલા તેઓને પૂર્વભવ યાદ આવ્યું. પછી ચંદ્રવતીને તારી સાથે અને ચંદ્રશેખરને યશોમતી સાથે પરણાવ્યાં. પણ પૂર્વભવના નેહ ભાવથી તે બંને (ચંદ્રશેખર અને ચંદ્રવતી) આ ભવમાં ભાઈ બહેનપણે હવા છતાં પણ તેઓને પરસ્પર રાગ બંધાયેલો હતો. ધિકાર છે કામને ! જીવની ગતિ કાઈક અલોકિક છે ! હાહા !! ભવરૂપ કૂપની કુવાસના ! કે જેથી આવી કુપ્રવૃત્તિ એવા ઉત્તમ બને ભાઈ બહેનમાં પણ થઈ ગઈ. તું જ્યારે પ્રથમ ગાંગીલ ષિના આશ્રમે ગયે હતું ત્યારે ચંદ્રવતીએ ચંદ્રશેખરને પોતાનું વાંછિત પાર પાડવાને બોલાવ્યો હતો. તે તો તારું રાજ્ય લેઈ લેવાની જ બુદ્ધિથી આવ્યા હતા પણ તારા પુન્યરૂપ જળથી જેમ અગ્નિ ઓલવાય તેમ તેનું ધારેલું પાર ન પડવાથી પોતાનો પ્રયાસ વૃથા ગયા ગણીને ચાલ્યા ગયે. વળી તે વખતે તે બંને જણાએ વિચક્ષણ એવા પણ તને કેવી નાના પ્રકારની વચનયુક્તિથી તારો ક્રોધ શમાવવા માટે સમજાવ્યો હતો, તે તું જાણે છે. ત્યાર પછી ચંદ્રશેખરે કામદેવ નામના યક્ષનું આરાધન કર્યું તેથી તે પ્રત્યક્ષ થઈ પૂછવા લાગ્યા કે, મને તેં કેમ બોલાવ્યો? ચંદ્રશેખરે ચંદ્રવતીને મેલાપ કરાવવા કહ્યું. ત્યારે યક્ષે તેને અદશ્ય બનવાનું અંજન આપ્યું, અને કહ્યું કે, “તમારા બંને જણાની ગુપ્ત પ્રીતિ જ્યાંસુધી ચંદ્રવતીના પુત્રને મૃગધ્વજ રાજા દેખશે નહીં ત્યાં સુધી કેઈપણ જાણશે નહીં. જ્યારે તે તેને દેખાશે ત્યારે તે તમારી તમામ ગુપ્ત વાત ખુલ્લી થઈ જશે.” એવાં યક્ષનાં વચન સાંભળીને અત્યંત પ્રસન્ન થએલો ચંદ્રશેખર ચંદ્રવતીની પાસે ગયે, અને ઘણા કાળ સુધી તેની સાથે કામક્રીડા કરી, પરંતુ અદશ્ય અંજનના પ્રભાવથી તે તારા તેમજ બીજા કેઈના, પણું જાણવામાં બીલકુલ આવ્યું નહીં. વળી એ ચંદ્રશેખરની સંમતિથી ચંદ્રવતીને ચંદ્રાંક નામનો પુત્ર થયો તથાપિ યક્ષના પ્રભાવથી તેના ગર્ભનાં ચિન્હ પણ કેઈએ દીઠાં નહીં. એ બાળકને જાતમાત્ર (જન્મના વખતથીજ ) લઈને તેણે પિતાની સ્ત્રી યશોમતીને પાળવા આપ્યો હતો. તેણીએ પણ તેને પોતાના જ બાળકની પેઠે પાળે. ખરેખર સ્ત્રીઓને પ્રેમ પિતાના પતિના વચન ઉપર કઈક અલૌકિક જ હોય છે. પછી પ્રતિદિન દેદીપ્યમાન વિસ્તાર પામતા યોવનવાળા ચંદ્રાંકને દેખી પતિવિગિની તે યશોમતી વિચારવા લાગી કે, “મારે ભર્તાર તો પિતાની બેન ચંદ્રવતીની સાથે એવો આસક્ત થયે છે કે, તેનું મુખ પણ હું દેખી શકતી નથી, ત્યારે પિતાના વાવેલા આંબાનાં ફળ પિતાનેજ ચાખવા યોગ્ય જ છે, એમ અતિશય રમણિક એવા આ ચંદ્રાંકની સાથેજ હું પણ કામક્રીડા કરું.” આમ મનમાં વિચારી વિવેકને દૂર મૂકી તેણીએ તેને એક વખત મીણવચનથી કહ્યું કે, “હે કલ્યાણકારી પુરુષરત્ન, તું મને આદર (અંગીકાર કર), કે જેથી તું જ આ મોટા રાજ્યનો સ્વામી થઈશ.” છાતીમાં જાણે કેઈક વજીને ઘાવજ લાગ્યો હોય નહીં? એવાં આ વચને સાંભળીને તે તેને કહેવા લાગ્યું કે, “હે માતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy