________________
[ ૧૮ ]
श्राद्धविधिप्रकरण ।
એમ ધારી તે ચાંચમાં પુષ્પ લઇ પ્રભુજીનું પૂજન કરતા, વળી એ પાંખામાં પાણી ભરી પ્રભુજીને પખાલ કરતા. એવી રીતે અનેક પ્રકારે પ્રભુભક્તિ કરી છેવટે મરણુ પામી સૌધર્મ દેવલેાકે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે પૂર્વ પુણ્યપ્રભાવથી મૃધ્વજ રાજાના હુંસરાજ નામના પુત્ર થયા છે. ’
આ પ્રમાણે કેવળીનાં વચન સાંભળીને પૂર્વભવના વૈરભાવ યાદ આવવાથી. હુંસરાજને મારી નાંખવાની બુદ્ધિ સુઝી હતી તેથી હું અહિંયાં આભ્યા હતા. જો કે મારા પિતાએ મને ત્યાંથી નીકળતાં ઘણેા વાચ્ય હતા, તા પણ હું વાર્યાં ન રહ્યો તેથી છેવટે આ તમારા હુંસરાજ પુત્રે મને સગ્રામમાં જીતી લીધેા. એટલા જ માટે પૂર્વ પુણ્યથી હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયા છે, તેથી હું તેજ શ્રોદત્ત નામના કેવળીભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી નમીને અજ્ઞાનરૂપ અ ંધકારથી દૂર થયેલા સૂરકુમારે પાતાને સ્થાનકે જઈ માપતાની રજા લઇ, તત્કાળ દીક્ષા લીધી. કહ્યું છે કે, धर्मस्य त्वरिता गतिः। श्र ધર્મ તરતજ કરવા. ’
4.
જેનું મન જેમાં પણ દીક્ષા લેવાની
લાગેલુ હાય તેને તેજ વસ્તુ ઉપર અભિરુચિ થાય છે. મને અભિરુચિ છે. પણ તેવા ઉત્કટ વૈરાગ્ય મને કેમ ઉત્પન્ન થતા નહીં હાય ! એવી રીતે વિચાર કરતા મૃધ્વજ રાજા મનમાં સમન્યે કે, મને કેવળીએ કહેલું જ છે કે, “ જ્યારે ચદ્રવતીના પુત્રને જોઇશ કે તત્કાળ તને વૈરાગ્ય થશે. ” પણ તેને તેા હજી વાંઝણીની પેઠે પુત્ર થયેાજ નથી, ત્યારે હું મારે શું કરવું? આમ મનમાં ધારે છે, તેવામાં એક પુણ્યશાળી યુવાન પુરુષ રાજા પાસે આવી નમસ્કાર કરી ઊભેા. ત્યારે રાજાએ પૂછ્યું કે, તું કેણુ છે ? પુરુષ રાજાને ઉત્તર આપવા માંડે છે, એટલામાં તા આકાશવાણી થઈ કે, “ તે રાજા ! ખરેખર આ ચદ્રવતીને જ પુત્ર છે. એમાં જો તને સંશય રહેતા હાય તે અહિયાંથી ઈશાન કેાણમાં પાંચ ચેાજન ઉપર એક પત છે તેના પર કદલી નામનુ એક વન છે. ત્યાં જઇ યથેામતી નામની જ્ઞાનવતી જોગણીને પૂછીશ એટલે તે તેને સર્વ વૃત્તાંત તને કહેશે. ” આવી દેવવાણી સાંભળીને સાશ્ચર્ય મૃધ્વજ રાજા તે પુરુષ સાથે લઇ વનમાં ગયા. ત્યાં જોગણીએ પણ રાજાને કહ્યુ કે, હે રાજન્ ! જે દેવવા થઈ છે, તે સત્ય જ છે. આ સંસારરૂપ અટવીના મા મહાવિકટ છે, કે જેમાં તમાર જેવા વસ્તુ સ્વરૂપનાં જાણુ પુરુષ। પણ મુંઝાઇ જાય છે. પહેલેથી છેવટ સુધી આને વૃત્તાંત તુ ધ્યાનપૂર્વક સાંભળ :
">
“ ચંદ્રપુરી નગરીમાં ચંદ્ર સમાન ઉજ્જ્વળ યશસ્વી સેામચદ્ર નામા રાજાની ભાનુમર્ત નામની રાણીની કુખે હેમંત નામા ક્ષેત્રથી યુગલ સૌધર્મ દેવલેાકે જઈ ત્યાં સુખ ભાગવી ચવી આવી ઉત્પન્ન થયું. નવ માસે એક અને એક પુરુષપણે જન્મ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org