________________
પ્રથમ લિન-રુચિ વારા
પ્રધાન, જનેતા (જન્મ આપનારી–માતા), જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, વહાલાને મેળાપ અને સુગાછી (સારી વાર્તા) એ પાંચે વસ્તુઓ દુખે કરી મૂકાય છે માટે તે વિમળપુરીના લોકોને સાથે લઈ પોતાના ભજિલપુર નગર તરફ જવા નીકળે. અદ્ધ માર્ગે જઈ પહોંચે ત્યારે કાંઈક સાર વસ્તુ વિસરી ગયેલ યાદ આવવાથી તેણે પિતાના ચરક નામના સેવકને આજ્ઞા આપી કે વિમળપુર નગરે અમુક સ્થાનકે અમુક વસ્તુ આપણે ભૂલી આવ્યા છીએ, તે હું ત્યાં જઈને સત્વર લઈ પાછો આવી ત્યારે તેણે કહ્યું કે, હું સ્વામિન્ ! હું એકલો જ તેના સ્થાનકે શી રીતે જઈ શકીશ? આવું વાક્ય સાંભળીને પ્રધાને તેના પર કોલ કર્યો તેથી તે ત્યાં ગયો. બતાવેલા સ્થાનકે તે વસ્તુની ઘણું જ તપાસ કરી, પણ કઈક ભીલ તરત જ લઈ ગયેલ હોવાથી તે વસ્તુ તેને મળી નહીં, તેથી તેણે પાછા આવીને પ્રધાનને કહ્યું કે, ત્યાંથી તે વસ્તુ કેઈક લઈ ગયેલ હોવાથી મને મળી નહીં. ત્યારે પ્રધાને ક્રોધ કરી કહ્યું કે, “ તું જ ચોર છે, તેં જ લેવી છે.” એમ કહી તેને પિતાના સુભટે પાસે ખૂબ માર મરાવ્યું, જેથી તે કેટલાક વાત સુધી અચેતન થઈ ગયો. હા ! હા! જુઓ તે ખરા, લેભાન મૂછ કેવી છે ! તે મૂવંતને ત્યાં જ પડતો મૂકી સર્વ લોક પ્રધાનની સાથે દિલપુર ભણી ચાલ્યા ગયા. જ્યારે તેને શીતલ પવનથી કેટલીક વારે ચેતના આવી ત્યારે સ્વાર્થતત્પર સર્વ સાર્થને ગયેલ જોઈને વિચાર કરવા લાગ્યો કે–ધિકાર છે એવા પ્રભુતા(મોટાઈ)ના ગર્વમાં ગર્વિત પ્રધાનને ! કહ્યું છે કે –
चोरा चिल्लकाइ मेधिअ, भट्टा य विज पाहुणया ।
वेसा धूआ नरिंदा, परस्स पीडं न याति ॥ १ ॥ - “ચાર, બાળક, ગાંધી, માંગણ, વૈદ્ય, પરણા, વેશ્યા, દીકરી, રાજા એટલા જણ પારકી પીડા જાણતા નથી.”
એવી રીતે વિચાર કર્યા પછી ચરક ભીલપુરના માર્ગના અજાણપણાને લીધે માર્ગમાં ને માર્ગમાં ભમી ભમીને ભૂખ તરસથી પીડાતો આર્તા–રો ધ્યાનથી વનમાં ને વનમાં મરણ પામીને ભીલપુર નગરની નજીકના વનમાં દેદીપ્યમાન વિષયુક્ત સપણે ઉત્પન્ન થયે. તેણે એક વખતે તેજે સિંહ પ્રધાનને પૂર્વભવના વૈરથી દંશ કર્યો તેથી તે તત્કાળ મરણ પામ્યા. સર્પ પણ મરણ પામીને નર્કમાં પડી ત્યાં ઘણું દુસહ વેદનાઓ જોગવી આવીને વીરાંગ રાજાનો સૂર નામે તું પુત્ર થયે છે, અને સિંહ પ્રધાન મરણ ખામીને કાશ્મીરના વિમળાચળ તીર્થ ઉપરની વાવમાં હંસપણે ઉત્પન્ન થયે. ત્યાં તેણે જાતિસમરણ થવાથી વિચાર્યું કે, “પૂર્વે પ્રધાનના ભાવમાં શત્રુંજય તીર્થની પૂર્ણ ભાવયુક્ત સેવા ન કરી, તેથી આ તિર્યચપણે ઉત્પન્ન થયે માટે હવે તીર્થનું પૂર્ણ સેવન કરું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org