________________
[ ૧૭ ]
જાવિધિના
નહીં સાંભળવા ગ્ય વચન મને કેમ સંભળાવે છે, અને નહીં બોલવા યોગ્ય વચન કેમ બેલે છે?” ત્યારે યશોમતી બોલી કે, હે પ્રિય, હું તારી જનેતા માતા નથી, તને જણનારી તે મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રવતી છે. આ સત્ય છે કે અસત્ય છે, એને નિર્ણય કરવાને ઉત્સુક બનેલે ચંદ્રાંક યશોમતીનું વચન (કહેવું) નહીં કબૂલ કરતાં પિતાના માતાપિતાની શોધ સારુ નીકળે હતો તેવામાં તે જ તમને મળે. બનેથી ભ્રષ્ટ થએલી યશોમતી પતિપુત્રના વિયેગથી વૈરાગ્ય પામીને કેાઈ જેની સાથ્વીને વેગ ન બનવાથી ચગણનો વેષ ધારણ કરી ફરનારી હું પોતેજ (યશેમતી) છું. ખરેખરા ધિક્કારવા ચોગ્ય સ્વરૂપને વિચારવાથી મને કેટલુંક જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી હું જાણીને કહું છું કે, હે મૃગધ્વજ રાજેદ્ર! આ ચંદ્રાંક જ્યારે તમને મળે ત્યારે તેજ યક્ષે તમને આકાશથી વાણી કરી કહ્યું કે, “આ તારોજ પુત્ર છે.” વળી તે સંબંધી સત્ય વાતથી વાકેફ થવા માટે તેણે તમને મારી પાસે મોકલ્યા છે, માટે તે નિશ્ચિત જાણ કે એ તારી શ્રી ચંદ્રવતીના ઉદરથી પેદા થએલે તારેજ પુત્ર છે.”
યોગિણનાં આવાં વચન સાંભળવાથી તેને અત્યંત ક્રોધ અને ખેદ ઉત્પન્ન થયે કેમકે પોતાના ઘરને દુરાચાર દેખીને કે સાંભળીને કેનું મન ન બળે! ત્યારપછી તે રાજાને પ્રતિબંધવા માટે ચેગિણી ગાયન કરતી બેધક વચનથી ગીત ગાતાં બોલી કે -
ગીત. કવણ કેરા પુત્ર મીત્રા રે, કવણ કેરી નારી; મુહિયાં મેહિઓ મેરી મેરી, મૂઢ ભણઈ અવિચારી. જાગિ ન જેગિ હે હૈ, જાઈન જગ વિચારા; (એ આંચલી.) મહી અમારગ મારગ આદરી, જિમ પામીએ ભવ પારા. જાગિ ૨ અતિહિં ગહના અતિહિં કુડા, અતિહિં અથિર સંસારા; ભાંમઓ છાંડી જગજુ માંડી, કીજઈ જિન ધર્મ સારા. જાગિ ૩ મેહેઇ મોહિઓ કેહિ દેહિઓ, લેહિઇક વાહિઓ ધાઈ મુસિઆ બિડું ભવિ અવરાકારણી, મૂરખ દુખી થાઈ. જાગિ૪ એકને જિઈ બિહેને ખેંચે°, ત્રિણ સંચે ચારિ૨ વારે પાંચેઈન પાળે છઈને ટાળે,૧૫ આપી આપ ઉતારે. જાગિ આવું વૈરાગ્યમય તેનું ગાયન સાંભળીને વૈરાગ્યવંત અને શાંતકષાય થઈને તેને જણાવી
૧ ફોધે, ૨ દુઃખી થયો, ૩ લેભથી, ૪ વળગ્ય, ૫ ફેકટ, ૬ અજ્ઞાનથી, છ દુખી, આત્મા શુદ્ધ કરવા, હે રાગ દ્વેષને, ૧૦ છાંડી દે, ૧૧ રત્નત્રયી, ૧૨ કષાય, ૧૩ મહાવ્રત, ૧૪ ક્રો લોભ, મોહ, હાસ્ય, માન, હર્ષ, ૧૫ એ અંતરંગ શત્રુને ટાળવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org