________________
પ્રથમ નિત્ય |
[ ૧૭ ].
જઈશ, માટે મને ખુશીથી રજા આપો. આવા તેના ઉદ્દગારો સાંભળીને તેના માતાપિતાએ કહ્યું કે, “હે પુત્ર, તારાં આવાં સાહસિક વચનને અમે અમારું શરીરનું લુંછણું કરીએ, અર્થાત તારાં વચનને વારી જઈએ. હે વહાલા પુત્ર ! આટલી તારી લઘુવય છતાં પણ આવાં તારાં સાહસિક વચન કયાંથી?” તે વખતે ગાંગીલ ૪ષીશ્વર બેલ્યા કે,
ક્ષત્રીય વંશનું આવું વીર્ય, અને બાલ્યાવસ્થામાં પણ આવું તેજ એ ખરેખર આશ્ચર્ય. કારક છતાં સત્ય જ છે, કારણ કે, સપુરુષ કે સૂર્યની મહત્તાની આડે તેની વય આવતી જ નથી. રાજાએ કહ્યું કે, “હે મહારાજ, આટલા નાના બાળકને ત્યાં કેમ મોકલી શકાય? જો કે એ બાળક શક્તિમાન છે, તે પણ માતાપિતાને જીવ મોકલવાને કેમ ચાલે? શું એ તીર્થનું સંરક્ષણ કરવામાં કાંઈ ભય નથી? “જેમ સિંહણ જાણે છે કે, મારી ગુફામાંથી મારા બચ્ચાને લઈ જાય એવો બીજે કઈ પણ બળીઓ આવી શકે તેમ નથી, તે પણ તે પોતાનાં બચ્ચાંને કોઈપણ વખતે બીજું કઈ લઈ જશે એવા ભયથી જરા માત્ર પણ દૂર મૂકતી નથી, તેમ સનેહીઓને સનેહી વિષે ખરેખર ડગલે ડગલે ભય માલૂમ પડ્યા વિના રહેતો નથી, માટે આવા લઘુ બાળકને કેમ મોકલી શકાય?” આવાં માતાપિતાનાં વચન સાંભળી સમયસૂચક શુકરાજ ઉત્સાહપૂર્વક તેમને કહેવા લાગ્યો કે, “હે પૂજ્ય, મને રજા આપો તો હું એ તીર્થની રક્ષા સારુ જાઉં. નાચનારને મૃદંગને શબ્દ, ક્ષુધાતુરને ભજન-નિમંત્રણ, નિદ્રાળુ( ઊંઘણુસી)ને શય્યા, જેમ મળે ને પ્રસન્ન થાય તેમ ત્યાં રક્ષણ કરવા જવાનું મારે માથે આવે છે, એ વાત સાંભળતાં જ હું ઘણે પ્રસન્ન થયો છું માટે મારા વહાલા માતાપિતા, તમે મને ભક્તિ કરનારને આજ્ઞા આપી તીર્થભક્તિમાં સહાયક થાઓ.” આવાં વચન સાંભળીને રાજા દીવાનની સામે જોવા લાગ્યો, ત્યારે તેણે કહ્યું કે, આજ્ઞા આપનાર તમે છે, લઈ જનાર કાષીશ્વર છે, રક્ષા પણ તીર્થનીજ કરવી છે, રક્ષણ કરનાર શૂરવીર પરાક્રમી શુકરાજ કુમાર છે,
મુખ યક્ષની સમ્મતિ પણ થઈ ચૂકી છે, આ તો ક્ષીરમાં ઘી અને સાકર નાખવા જેવું છે, છતાં તમે કેમ વાર લગાડો છે? આવું સાંભળીને માતાપિતાએ તેને રજા આપી, એટલે પ્રસન્ન થયેલા અકરાજ સ્નેહાળાં નેત્રથી આંસુ ઝરતાં માતાપિતાને નમી સાહસિક બનીને તે ગાંગીલ મુનિની સાથે ચાલતો થયો. | મહાપરાક્રમી ધનુર્ધર અર્જુનની પેઠે બાણ નાખેલા ભાથાને સકંધ પાછળ બાંધીને તેની સાથે તત્કાળ ત્યાં જઈ પહોંચી શુકરાજ કુમાર શત્રુંજય તીર્થની સેવા, આરાધના અને રક્ષણ માટે સાવધાન રહેવા લાગ્યું. ત્યાં તેને મહિમાથી તે ઋષિઓનાં આશ્રમના બાગ બગીચામાં ઘણું ફૂલફળની વૃદ્ધિ થઈ, એટલું જ નહિં પણ વાઘ, સૂવર, ચિત્તા, વરૂ, દાવાનળ આદિ સર્વ પ્રકારના ઉપદ્ર તેના પ્રભાવથી શાંત થઈ ગયા. ખરેખર આશ્ચર્ય છે કે, પૂર્વ ભવમાં સેવન કરેલા ધર્મના પ્રભાવથી આ શુકરાજને આવો કઈ અલોકિક મહિમા છે. તીર્થકરના મહિમાથી જેમ ઉપદ્રવની શાંતિ થાય, તેમ આ કરાજ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org