________________
- -
-
-
-
-
-
-
- -
---
-
---
-
-
-
-
-
-
-
--
-
[
0 ]
શ્રાવિધિr |
ગુણેથી વૃદ્ધિ પામવા લાગ્યો. જ્યારે તે પાંચ વર્ષની ઉમરનો થયે, ત્યારે સર્વ જનને આનંદિત કરતે જેમ રામચંદ્રજીની સાથે લક્ષમણું રમે, તેમ શુકરાજ કુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતો હતો. અર્થવર્ગ અને કામવર્ગની સાથે ક્રીડા કરતા બને પુત્રોએ ધર્મવર્ગ પણ મુખ્યપણે સેવા જ જોઈએ એમ જણાવવાનેજ આવતા ન હોય એમ એકદા રાજસભામાં સિંહાસન પર બિરાજમાન થયેલા રાજાની પાસે છડીદારે વિનયપૂર્વક આવી કહ્યું કે, મહારાજ, દરબારના દરવાજા આગળ ગાંગલે નામાં ત્રણીશ્વર સુશિષ્યની સાથે આપને મળવા માટે પધારેલા છે, તેમને જે આપની આજ્ઞા હોય તો પ્રવેશ કરાવું. આ સાંભળતાં ચકિત થયેલા રાજાએ તેને હુકમ કર્યો કે, તેમને પ્રવેશ કરાવ. પછી ગાંગીલાષિ રાજસભામાં પધાર્યા કે તરત જ રાજાએ ઉઠી સન્માન આપી આસન પર બેસાડ્યા ને ક્ષેમકુશળ પૂછવા પૂર્વક તેમને અત્યંત આનંદ પમાડ્યો. ત્યાર પછી પુરોહિત જેવા ઋષીશ્વર પણ રાજાને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે, તીર્થ, આશ્રમ તેમજ તાપસ પ્રમુખને ક્ષેમકુશળ છે. રાજાએ પૂછયું કે, હે મહારાજ ! અત્રે આપનું આગમન શા માટે થયું છે ? ત્યારે કમલમાલાને પડદાની અંદર બોલાવી ગાંગલ બાષીશ્વર તેને કહેવા લાગ્યા કે, ગોમુખ નામના યક્ષરાજે આજ રાત્રિએ મને સ્વમ આપીને જણાવ્યું કે, હું મૂળ શત્રુંજય તીર્થ જાઉં . ત્યારે મેં પૂછ્યું કે, આ કૃત્રિમ શત્રુંજય તીર્થનું કોણ રક્ષણ કરશે ? ત્યારે તેણે કહ્યું કે, જેમનું ચરિત્ર લકત્તર છે એવા તારા બે દેહી [દીકરી(કમલમાલા)ના દીકરા] ભીમ અને અર્જુન જેવા બળવંત શુકરાજ અને હંસરાજ નામના છે તેમાંથી એકને અહિંયાં લાવી રક્ષણ કરવા રાખીશ તો તેના મહાગ્યથી આ તીર્થ નિરુપદ્રવ રહેશે, કેમકે, લકત્તર ચરિત્રવાળા મોટા મહિમાવંતને મહિમા ખરેખર મોટે જ હોય છે. ત્યારે મેં તેને (મુખ યક્ષને ) પૂછયું કે, તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને માર્ગ ઘણે દૂર હોવાથી મને ત્યાં પહોંચતાં ઘણા દિવસો નીકળી જશે માટે ત્યાંથી તેને બોલાવી લાવું ત્યાં સુધી આ શત્રુંજય તીર્થનું રક્ષણ કોણ કરશે ? ત્યારે ગોમુખ યક્ષે કહ્યું કે, ત્યાં જઈ આવતાં ઘણે વિલંબ લાગે તેમ છે, તો પણ તે સવારે નીકળીને જઈશ તે બપોરે જ મારા પ્રભાવ (દૈવિક શક્તિ)થી તેને લઈ તું અહિયાં પાછો આવતો રહીશ. એમ કહીને તે યક્ષ તે ચાલ્યા ગયે. હું તે વાત સાંભળીને અજાયબ . પછી આજ સવારે ત્યાંથી નીકળી હજુ સુધી એક પહાર દિવસ ચલ્યો નથી એટલામાં તો અત્રે આવી પહોંચે છું; કેમકે, દૈવી મહિમાથી શું બની શકતું નથી ? માટે હે દક્ષદંપતિ ! દક્ષિણ આપ્યાની પેઠે આ તમારા બે પુત્રરત્નમાંથી એક પુત્ર અને તીર્થ રક્ષણ નિમિત્ત આપે, કે જેથી અમો બપોર થયાં પહેલાં ઠંડા પહેરે વગર પરિશ્રમે અમારા આશ્રમે જલી પહોંચીએ. આ વચન સાંભળીને બીજાની અપેક્ષાએ બાળ છે તે પણ પરાક્રમે કરી અબાળ હંસરાજ હંસના જેવી ધ્વનિથી બે કે, હે પિતાજી, એ તીર્થની રક્ષા કરવા તે હું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org