SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિન-ચકવીરા [ 6 ] (૬) પ્રતીત્યસત્ય-જેમ ટચલી અંગુલિની અપેક્ષાયે અનામિકા લાંબી છે, અને અના મિકાની અપેક્ષાયે ટચલી ટૂંકી છે, એમ એકેકની અપેક્ષાયે જે વાક્યર્થ બેલવામાં આવે, તે “પ્રતિત્ય સત્ય” કહેવાય છે. (૭) વ્યવહાર સત્ય-પર્વતના ઉપર ઘાસ બળતું હોય, તે પણ પર્વત બળે છે, માટલી માંથી પાણી ઝમતું હોય પણ પાણી ઝમે છે, તેમજ અનુદરા (કન્યા) અલેમિકા ( એડકા) કહેવાય છે, એમ જે બેલવાને વ્યવહાર છે તે વ્યવહાર સત્ય” કહેવાય છે. (૮) ભાવસત્ય-બગલીને થોડા ઘણા પાંચે રંગ હોય છે, પરંતુ સફેદ રંગની અધિ કતાથી તે સફેદ ગણાય છે, એમ વર્ણ, ગંધ, રસ કે પશે જેમાં અધિક હોય તેથી તેને તે રૂપે ગણી શકાય. તે “ભાવ સત્ય” કહેવાય છે. (૯) ગસત્ય-જેના હાથમાં દંડ હોય તે દંડી અને જેની પાસે ધન હોય તે ધની કહેવાય, તેમ જેની પાસે જે વરતુ હોય તેના ઉપરથી તેને તે નામે બેલાવી શકાતો હોય, તે “યોગ સત્ય” કહેવાય છે. (૧૦) પમ્પસત્ય–આ તળાવ સમુદ્રના જેવું છે, એમ જેને ઉપમા અપાય તે “ઉપમા સત્ય” કહેવાય છે. આવાં પ્રકારના કેવલી મહારાજનાં વચન સાંભળીને સાવધાન થઈ તે શકરાજ કુમાર પોતાના માતાપિતાને પ્રગટપણે માતા, પિતા કહી બોલવા લાગ્યો, કે જે સાંભળીને તે રાજા પ્રમુખ સર્વ પ્રસન્ન થયા. હવે રાજા શ્રી દત્ત કેવલીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન! ધન્ય છે તમને કે જેમને આવી યુવાવસ્થામાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. એવે વૈરાગ્ય મને કયારે ઉત્પન્ન થશે? ત્યારે મુનિ શ્રેષ્ઠ કેવલી મહારાજે કહ્યું કે, હે રાજન! તારી ચંદ્રાવતી રાણને પુત્ર તારી દ્રષ્ટિએ પડશે કે તત્કાળ તને દઢપણે વૈરાગ્ય ઉત્પન્ન થશે. પછી કેવલીના વચનને વધાવી, પ્રણામ કરી પોતાના પરિવાર સહિત પ્રસન્નતાપૂર્વક રાજા પોતાના રાજ્યમહેલમાં આવ્યું. દયા અને સમ્યક્ત્વરૂપ બે નેત્રથી જાણે અમૃતની વષજ વર્ષાવત ન હોય! એવો શુકરાજ જ્યારે દશ વર્ષ થયા, ત્યારે કમલમાળા રાણીએ બીજા પુત્રને પ્રસા. અને તેની માતાને દેવતાએ આપેલા સ્વપ્નને અનુસારે તેનું નામ રાજાએ મોટા મહત્સવ સહિત “હંસરાજ' પાડયું. અમૃતના કિરણજને હાય! એવા ઉજવળ જેના માતા પિતારૂપ બને પક્ષ છે એવો હંસરાજકુમાર, રૂપ કળા અને વયના સંપદારૂપ * પ્રથમ જે રાણીને પુત્ર થશે નહીં એમ કહેવામાં આવેલું છે તે રાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy