________________
[ ૧૨ ]
મનુષ્ય હોવા છતાં પણ તેને મહિમા તેમના તુલ્ય જ થવા લાગે. તાપની સાથે સુખે દિવસે નિર્ગમન કરતાં એકદા રાત્રિના સમયે એક રુદન કરતી સ્ત્રીના શબ્દો સાંભળી દયાના દરિયા અને ધર્મના નિધાન તે શકરાજે તેની પાસે જઈ મધુર વચનથી તેને બોલાવી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ કહ્યું કે,
ચંપા નગરીમાં નિર્ભયમાં પણ નિર્ભય શત્રુઓને મર્દન કરનાર અરિમર્દન નામે રાજા છે. તેની ગુણયુક્ત સાક્ષાત લક્ષમીના જેવી પદ્માવતી નામની પુત્રીની હું ધાવમાતા છું. એ પુત્રીને હું ખેળામાં લઈ રમાડતી હતી, તે વખતે જેમ કેસરી વાછડી સહિત ગાયને લઈ જાય તેમ કેઈક પાપી વિદ્યારે વિદ્યાના બળથી પુત્રી સહિત મને ત્યાંથી ઉઠાવી અહિંયાં ફક્ત મને ફેંકી દઈ જેમ કાગડો ખાવાનું લઈ નાશી જાય તેમ તે પદ્મા રાજપુત્રીને લઈ કોણ જાણે ક્યાંય નાશી ગયે છે, તેના દુઃખને લીધે હું રુદન કરું છું. આ વચન સાંભળી શકરાજે તેને આશ્વાસન આપીને ત્યાંજ રાખી અને પાછલી રાત્રે પોતે કેટલાંક ઘાસનાં ઝુંપડાઓમાં વિદ્યાધરને શોધવા લાગે, તેટલામાં ત્યાં રુદન કરતા કેઈક પુરુષને દેખી તેની પાસે જઈ દયાથી તેને તેના દુઃખનું કારણ પૂછયું. ત્યારે “દયાળુને કહ્યા વિના દુઃખને અંત આવનાર નથી ” એમ જાણીને તેણે કહ્યું કે, “હે વીરકુમાર! હું ગગનવલ્લભપુર નગરના રાજાને વાયુ સમાન ગતિવાલો વાયુવેગ નામને પુત્ર છું. કેઈક રાજાની પદ્માવતી નામની કન્યાને હરણ કરી લઈ જતાં તીર્થના મંદિર ઉપર આવતાં તીર્થના મહિમાને લીધે તે હું ઉલ્લંઘન ન કરી શકે એટલું જ નહીં પણ મારી વિદ્યા જૂઠી પડી જવાથી હું તત્કાળ ધરતી પર પડી ગયો છું. પારકી કન્યા હરણ કરવાના પાપને લીધે હું પુણ્ય પરવારેલાની પેઠે પડે કે તરતજ મેં તે કન્યાને મૂકી દીધી, ત્યારે જેમ સમળીના મુખમાંથી છૂટી પડેલી પંખીણ જીવ લઈ નાશી જાય તેમ તે નાશી ગઈ. ધિક્કાર છે મને પાપીને, કે અઘટિત લાભની વાંછાથી ઉદ્યમ કર્યો તે મૂળ વસ્તુને જ ખાઈ બેઠે.” આ વિદ્યાધરનાં આવાં વચન સાંભળીને સર્વ વૃત્તાંતની માહિતગારી મળવાથી પ્રસન્ન થયેલે શુકરાજ તે કન્યાને ત્યાંજ શોધવા લાગ્યો, એટલામાં તે જાણે કોઈ દેવાંગના જ ન હોય ! એવી તે કન્યા તે મંદિરમાંથી જ તેને મળી. ત્યારપછી તે કન્યાને તેની ધાવમાતાને મેળાપ કરાવી આપે, અને તે વિદ્યાધરને પણ નાના પ્રકારના
ઓષધાદિક ઉપચાર કરી સાજે કર્યો. વિદ્યારે પિતાને જીવિતદાન મળ્યું તેથી પ્રીતિપૂર્વક ઉપકાર માની કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી તમારે ચાકર થઈને રહીશ. ખરેખર પુણ્યને મહિમા કે આશ્ચર્યજનક છે ! પછી શુકરાજે પૂછયું કે, તારી પાસે આકાશગામિની વિદ્યા વિદ્યમાન ( હયાત) છે કે નહીં? ત્યારે તેણે કહ્યું કે, વિદ્યા તો અક્ષર માત્ર છે, પરંતુ ચાલતી નથી, પણ જે પુરુષે એ વિદ્યા સિદ્ધ કરેલી હોય, તે પુરુષ જે મારે માથે હાથ મૂકી ફરીથી શરૂ કરાવે તે ચાલે, નહિં તો હવે એ મારી વિદ્યા ચાલનારી નથી. ત્યારે સમયસૂચક શુકરાજે કહ્યું કે, એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org