________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૪૭ ]
છે, તેમ કેવળી મહારાજની આવી તત્વ સંબંધી વાણી સાંભળીને તેને (શંખદત્ત) ક્રોધ તરત જ શમી ગયો. ત્યાર પછી શ્રીદતે, શંખદત્તને હાથ જાલીને પિતાની પાસે બેસાડ્યો.
- ત્યારબાદ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવા તે મુનિને શ્રીદને પૂછયું કે, હે પૂજ્ય, આ શંખદત્ત સમુદ્રમાં પડ્યા પછી કેવી રીતે નીકળીને અહિંયા આવ્યે? તે કૃપા કરી કહેશો. મુનિમાં શ્રેષ્ઠ જ્ઞાની ગુરુએ તેના ઉત્તરમાં જણાવ્યું કે, આ શંખદત્ત સમુદ્રમાં પડ્યો કે તરત જ જેમ સુધાતુરને ખાવાના ફળ મળે તેમ એને હાથ એક પાટિયું આવ્યુંકેમકે જેની આયુષ્યરૂપ દેરી ત્રુટી નથી તેને આવું અકસ્માત મૃત્યુ કેમ થાય? અનુકૂળ પવનની પ્રેરણાથી સમુદ્રમાં તરતો તરતો, જેમ અનુભવી વૈદ્યના બતાવેલા ઉપાય પ્રમાણે વર્તવાથી રોગ મટી જાય છે તેમ, તે સાતમે દિવસે સમુદ્રને પાર પામી કાંઠે આવ્યો. ત્યાં નજીક સારસ્વત નામના ગામમાં આવી વિશ્રામ લેવાની તૈયારી કરે છે, તેટલામાં સમુદ્રના પાણીથી સ્પામ અને નિસ્તેજ શરીરવાળા તે શંખદત્તને પોતાના નેહવંત સંવર નામને મામો મળે. તે તેને ઓળખવાથી તરત જ પોતાના ઘેર લઈ ગયે અને ખાનપાન ઓષધાદિ તેમજ તેલ વિગેરેનું મર્દન કરી, તેનું અંગ છે કે બળી ગયા જેવું કે ખવાઈ ગયા જેવું થએલું હતું તો પણ જેમ જડ શિષ્યને ગુરુ ઉપદેશરૂપી ઉપાયથી પુશિક્ષિત કરે તેમ, સાજો કર્યો. ત્યાર પછી તેણે પોતાના મામાને પૂછયું કે, અહિંથી સુવર્ણકૂલ બંદર કેટલું દૂર છે? ત્યારે તેણે જવાબ આપે કે, વીસ જોજન દૂર છે, અને ત્યાં હાલ મોટા ધનવાન વેપારીનાં કરિયાણાં વિગેરે માલભરેલાં વહાણે આવેલાં છે. આવું સાંભળતાં માત્ર તે રોષ અને તેષભર્યો પિતાના મામાની રજા લઈ અહીં સત્વર આવ્યું, અને તને દેખીને ક્રોધાયમાન થયું. પણ નિશ્ચય કરી સંસારમાં સંગ અને વિયાગ કર્માધીન છે. દયાના જ એક મોટા સાગરરૂપ તે કેવલી મહારાજ પૂર્વભવને સંબંધ કહી શંખદત્તને શાંત કરી ફરીથી કહે છે. જેમ કેઈ ગાળ દે તેને સામી ગાળ દેવાય તેમ તે પૂર્વભવે તેને હણવાની ઈચ્છા કરી હતી તેથી આ ભવે તેણે તને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધે. હવે પછી બંને જણ પરસ્પર એવી પ્રીતિ રાખજે, કે જેથી તમને આ ભવ અને પરભવ સુખની પ્રાપ્તિ થાય; કેમકે સર્વ પ્રાણી પર મંત્રી રાખવી એ ખરેખર સર્વાર્થની સિદ્ધિ કરનારી છે.
આવાં જ્ઞાની ગુરુના વચન સાંભળીને તે બંને જણ પોતપોતાના અપરાધ ખમાવી નિરપરાધી બનીને તે દિવસ સફળ ગણવા લાગ્યા. કેમકે ગુરુનાં વચનથી શું ન થાય ? કેવલી મહારાજ ધર્મ દેશના આપતા કહેવા લાગ્યા કે, હે ભવ્ય જીવો! જેના પસાયથી સર્વ પ્રકારની ઈષ્ટ સિદ્ધિ પમાય છે, એવા સમ્યકત્વ ગુણેને અભ્યાસ કરે; કેમકે, અન્ય દર્શનીઓની ઉત્કૃષ્ટ ક્રિયાનું સેવન આંબા પ્રમુખના ફળની પેઠે સ્વલ્પ અને સંખ્યાબદ્ધ સાંસારિક સુખરૂપ ફળ આપે છે, અને જૈન ધર્મ તો ક૯૫વૃક્ષના ફળની પેઠે સર્વ પ્રકારનાં પૌગલિક અને આત્મિક સુખો આપવાને સમર્થ છે. આવી દેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org