SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬ ] श्राद्धविधिप्रकरण । તથા ગણિકાની પ્રશંસા કરી હતી તેથી આ ભવમાં તારી માતા છતાં ગણિકાપણું પામી; કેમકે કર્મીને શું અસંભવિત છે ? કર્મ ધારે તે કરી શકે છે. આશ્ચર્ય છે કે, વચન કે મનથી બાંધેલું કર્મ આલેખ્યું ( વેાસરાયું ખમાવ્યું) ન હોય તેા ભવાંતરમાં કાયાથી ખચ્ચિત લાગવવું પડે છે. તારી પુત્રી અને માતા પૂર્વભવમાં તારી સ્રીઓ હતી અને તેણીઆના પર તને ઘણા પ્રેમ હતા, તેથી આ ભવમાં પણ તેણીને ભાગવવાની તે મનથી વાંચ્છા કરી. કેમકે, પૂર્વભવમાં જે પાપારંભ સમધી સંસ્કાર હાય, તે જ સકાર ભવાંતરમાં પણ તેને ઘણું કરીને ઉદય આવે છે, પરંતુ આ વિષયમાં વધારે એટલું સમજવાનું કે, ધર્મ સંબંધી સંસ્કારા મદ પરિણામથી થયેલા હાય તા તે કાઇકને ઉદ્દય આવે ને કાઇકને ન પણ આવે, અને તીવ્ર પરિણામથી થયેલા સંસ્કારા તે ભવાંતરમાં સાથે આવે જ છે. આવાં કેવલી મહારાજનાં વચન સાંભળીને સંસાર ઉપર ખેદ અને વૈરાગ્ય પામેલા શ્રીદત્તે તેમને વિનંતી કરી કે, હે જગન્નિસ્તારક, જે સંસારમાં આવી દુર્ઘટ વિટમના વારવાર ભાગવવી પડે છે, ત્યારે તેવા સ્મશાનરૂપ સંસારને વિષે ચે વિચક્ષણ પુરુષ સુખ પામે? માટે હૈ જગદ્ધારક, સંસારરૂપી અંધકૂપમાં પડતા એવા મને ઉદ્ધરવાના ઉદ્યમરૂપ કાંઇ ઉપાય બતાવેા. ત્યારે કેવલી ભગવાને કહ્યું કે, પારાવાર એવી સંસારરૂપ અટવીને પાર પામવાની તારી ઇચ્છા હાય તા એક મેટા બળવંત ચારિત્રરૂપ સૈન્યને આશ્રય કર. ત્યારે તેણે કહ્યુ કે, હે મહારાજ, તમે જે કહેા છે, તે મને ખરેખર પ્રિય છે, પરંતુ આ કન્યા કાને આપવી ? કેમકે સંસારસમુદ્રથી તરવાની ઉત્કંઠાવાળા મને આ કન્યાની ચિંતારૂપ પાષાણુની શિલા કંઠે વળગી છે. જ્ઞાની ખેલ્યા કે, તારી પુત્રી માટે તું જે ચિંતા કરે છે તે નિરર્થક છે; કેમકે, તારા મિત્ર શંખદત્ત જ તારી પુત્રીને પરણનાર છે. ત્યારે ખેદ પામતા ગદિત ક ંઠે ચક્ષુમાંથી અશ્રુની ધારા વહાવતા શ્રીદત્ત કહેવા લાગ્યા કે, હૈ જગબંધુ, મેં દુષ્ટ, નિર્દયી અને મહાપાપીએ શ'ખદત્તને સમુદ્રમાં ફેંકી દીધા છે, તેા હવે તેને મળવાની શી આશા ? જ્ઞાનીએ કહ્યું કે, હું ભદ્ર, આમ તું ખેદ ન કર. બહુમાનથી તે ખેલાવ્યેા જ હાયની ! એમ તે તારા મિત્ર હમણાં જ અહિં આવશે. આવી વાત સાંભળીને તે આશ્ચર્ય પૂર્વક વિચાર કરે છે, એટલામાં તે શખદત્ત ત્યાં તત્કાળ આવ્યેા અને શ્રીદત્તને દેખતાં જ વિકરાળ દને ક્રોધાયમાન થતા યમરાજાની પેઠે તેને મારવા દોડ્યો પરંતુ રાજા પ્રમુખની માટી સભા જોઈને તેનાં નેત્ર ક્ષેાભાયમાન થવાથી તે જરા અચકયા, કે ત જ તેને કેળળી મહારાજ કહેવા લાગ્યા કે, હે શંખદત્ત, આ ક્રોધાગ્નિની તીવ્રતા પરના હૃદયને ખાળે તેમાં શી નવાઈ ? માટે તું એવા ક્રોધને દૂર કર. ક્રોધી પુરુષ ચંડાળના જેવા ગણાય છે, અને ચડાળ સર્વ પ્રાણીઓને સ્પર્શ કરવા ચેાગ્ય નથી. લૌકિક શાસ્ત્રમાં પણ એમ જણાવેલું છે કે, જાતિ ચંડાળ ગગામાં સ્નાન કરે તેા તે કાંઇક પવિત્ર થાય, પણ ચડાળ તેા શ્રીલકુલ પવિત્ર થઈ શકતા નથી. જેમ જા ંગુલી વિદ્યાના પ્રભાવથી સર્પનું ઝેર ઉતરી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy