SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ छठो जन्म-कस्यप्रकाश । . [ ક ] ઘણા ભવ્ય છ પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજેને કપડાં વગેરે વહેરાવી તેમને સહાય કરવી. કહ્યું છે કે – જે લોકો જિનશાસનનાં પુસ્તકે લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકે મનુષ્ય લોકનાં, દેવલેકનાં તથા નિવણનાં સુખ પામે છે જે પુરૂષ કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણવે અથવા ભણનારને વસ્ત્ર, ભેજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરૂષ આ લોકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કહ્યું છે કે–અહે મૃતોપગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જે કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય. સાંભળવામાં છે કે “અગાઉ દુષમ કાળના વશથી બાર વર્ષ સુધી દુકાળ પડશે. તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાય થએલાં જે ભગવાન નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો.” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે કે, પેથડ શાહે સાત ક્રોડ તથા વસ્તુપાળ મંત્રીએ અઢાર ક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ ક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત. પિષધશાલા. ૧૧ તેમજ પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવાને સારૂ ખપમાં આવતી સાધરણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધર્મિઓને સારૂ કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવઘ ગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે કહ્યું છે કે–જે પુરૂષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજેને ઉપાશ્રય આપે, તે પુરૂષે વસ્ત્ર, અન્ન, પાન, શયન આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી અતુએ પિતાને ના મહેલ વાદિ દેવસૂરિને દેખાડીને કહ્યું કે “એ કે છે ? ” ત્યારે શિષ્ય માણિકયે કહ્યું કે, “જે એની પોષધશાળા કરો તે અમે એને વખાણીએ. ” મંત્રીએ કહ્યું. “એ પૌષધશાળા થાઓ. ” તે શાળામાંની બહારની પર શાળમાં શ્રાવકને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જેવાને સારૂ એક પુરુષ પ્રમાણુ ઊંચા એવા બે આરિતા બે બાજૂએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાને અર્થ સમાપ્ત થયે. સમત્ત, જ્ઞાત્તિ વધારું વિહરવા વા | आरंभ चाउ बंभं पडिमाई अंतिआरहणा ॥१६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy