SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ] શ્રાવિધિપ્રકારના તથા પૂજામાં સર્વ પ્રકારના હાટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલી ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસમાચારીવૃત્તિમાં કહ્યું છે. પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠ્ઠાઈ ઉત્સવ કરે, અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષ ગાંઠને દિવસે સાધમિવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા દશકમાં તે વળી કહ્યું છે કે ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણીઓને યથાશક્તિ દાન આપવું. આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું. પુત્રાદિકને દીક્ષા મહોત્સવ. તેમજ પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજે, પિતાનો મિત્ર, સેવક આદિને દીક્ષાનો તથા વડી દિક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરો. કેમકે–ભરત ચક્રવતીના પાંચસો પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પિતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો, તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવસ્થા પુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કેમકે–જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા, પિતા અને સ્વજનવર્ગ ઘણું પુણ્યશાળી અને ધન્યવાદને યેગ્ય છે. લોકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે– જ્યાં સુધી કુળમાં કઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતું નથી, ત્યાં સુધી પિંડની ઈચ્છા કરનારા પિતરાઈએ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું. પદસ્થાપના, ૯ તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પિતાના પુત્ર આદિ તથા બીજા પણ જે યેગ્ય હોય, તેમની પદ સ્થાપના શાસનની ઉન્નતિ વગે ને સારૂ ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઇંદ્ર પિતે ગણધર પદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. નવમું દ્વાર સમાપ્ત. શ્રુતજ્ઞાનની ભક્તિ. ૧૦ તેમજ શ્રીક૯પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તક ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજ વાચન એટલે સંવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથનો આરંભ થાય, તે દિવસે ઘણે ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy