________________
-
---
-
-ત્યકોષ |
[ ક૨૨]
આયુષ્યને અંત આવ્યું, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ રત્નમય પ્રતિભાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાનક કર્યું અને તેમાં તે વામૂર્તિકામય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સંઘને શ્રી રત્નશ્રેણી મહેટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યું. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી મૂર્તિકાય (લેખમય) પ્રતિમાં ગળી ગઈ. તેથી રત્નશ્રેણી ઘણો ખેદ પામ્યો. સાઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા કે, જે કાચા સૂત્રથી વીંટાયલી તે લા. ચિત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું દ્વાર ફેરવી નાખ્યું. તે હજુ સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે –સુવર્ણમય બલાનકમાં બહેત્તર મહાટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમયી, અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને પાષાણમચી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનને પ્રબંધ છે, અત્રે છછું દ્વાર સમાપ્ત થયું.
પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા.
૭. તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા શીર્ઘ કરાવવી, કેમકે પડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાનામની, સિદ્ધાંતના જાણ કે એમ કહે છે કે-જે સમયમાં જે તીર્થ કરને વાર ચાલતો હોય, તે સમયમાં તે તીર્થકરની જ એકલી પ્રતિમાં હોય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે. રાષભદેવ આદિ વિશેની ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસો સીત્તર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બહદુભાષ્યમાં કહ્યું છે કે–એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એસો સિત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિમાની સામગ્રી સંપાદન કરવી, શ્રી સંઘને તથા શ્રી ગુરુ મહારાજને બેલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક પ્રકારે તેમનું સ્વાગત કરવું. ભેજન વસ્ત્ર વગેરે આપી તેમને સર્વ પ્રકારે સત્કાર કરે. બંદીવાનેને છોડાવવા, અમારી પ્રવર્તાવવી, કોઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સત્કાર કરવો. ઘણુ ઠાઠથી સંગીત આદિ અદ્દભુત ઉત્સવ કર. વગેરે પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠાક૯પ આદિ ગ્રંથેથી જાણો.
પ્રતિષ્ઠામાં નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છસ્થપણાના સૂચક વસ્ત્રાદિકવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવથી ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org