________________
છો ગરમ-૨ ચાવીરા !.
[
૨૨ ]
પરિવાર, લંછન અથવા આયુધ એમનો ભંગ થયો હોય, તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરકત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જૂનું હોય તથા ઉત્તમ પુરુષે પ્રતિષ્ઠા કરેલું હોય, તે બિંબ કદાચ અંગહણ થાય, તે પણ તેની પૂજા કરવી. કારણ કે, તે બિંબ લક્ષણહીણ થતું નથી. પ્રતિમાના પરિવારમાં અનેક જાતની શિલાઓનું વર્ણની વિવિધતા હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગીઆર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા ગ્ય છે. અગીઆર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિરયાવલિ સૂત્રમાં કહ્યું છે કે–લેપની, પાષાણની, કાઝની, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા ગ્ય નથી. ઘરદેરાસરમાંની પ્રતિમા આગળ બળને વિસ્તાર (નૈવેદ્ય વિસ્તાર) ન કરે, પણ દરરોજ ભાવથી હવણ અને ત્રણ ટંક પૂજા તે જરૂર કરવી.
સર્વે પ્રતિમાઓ મુખ્યમાણે તે પરિવાર સહિત અને તિલકાદિ આભૂષણ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તે પરિવાર અને આભૂષણ સહિત હોવી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યને બંધ વગેરે થાય છે. કહ્યું છે કે–જિનપ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તે, મનને જેમ જેમ આહ્લાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જયાં સુધી રહે, તેટલે અસંખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભેગવાય છે. જેમ કે, ભરત ચક્રીએ ભરાવેલી અષ્ટાપદ ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મ કરેલ કાંચન બલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરત ચક્રવતીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરા જતી માણિકયસ્વામીની પ્રતિમા તથા સ્તંભન પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે. કહ્યું છે કે–જળ, ઠંડું અન્ન, ભેજન, માસિક આજીવિકા, વસ્ત્ર, વર્ષની આજીવિકા, જાવજીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પારસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ જીવ સુધી ભેગવાય એટલું પુણ્ય થાય છે, પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તે તેના દર્શન વગેરેથી થએલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ગવાય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવર્તિએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન ચોરાશી મંડપથી શોભતું, એક ગાઉ ઊંચું, ત્રણ ગાઉ લાંબું એવું જિનમંદિર પાંચ ક્રોડ મુનિ સહિત જ્યાં શ્રીપુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું.
તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની કેને વિષે, ગિરનાર ઉપર, આબુ ઉપર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org