________________
[ ૨૦]
શ્રાવિધિપ્રા .
પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતા હતા, તે પણ “પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ, તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પોપમ આયુષ્યવાળે શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગએલી કપિલ કેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણી. પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી, ત્યારે અંદરથી પ્રતિમા જાહેર થઈ, અને ઉદાયને આપેલે તામ્રપટ્ટ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યું. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબલ રાખી ઘણુ વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, આ રીતે દેવાધિદેવની પ્રતિમાને તથા ઉદાયન રાજા વગેરેને સંબંધ કહ્યો છે.
આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે, તથા જિનમંદિરની જોઈએ તેવી સાર સંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પિતાની યથાશક્તિ પ્રમાણે એશ્વર્યવાનું જિનમંદિર કરાવે, તે પુરુષ દેવલોકમાં દેવતાઓએ વખણાય છતે ઘણુ કાળ સુધી પરમ સુખ પામે છે. એમ પાંચમું દ્વાર સમાપ્ત થયું.
જિનબિંબ. ૬. તેમજ રનની, ધાતુની, ચંદનાદિક કાષ્ઠની, હસિદંતની, શિશાની અથવા માટી વગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણે જેટલું અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે-જે લેકે સારી કૃત્તિકાનું, નિર્મળ શિલાનું, હસ્તિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું, અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ માફક આ લોકમાં કરાવે છે, તે લેક મનુષ્યલેકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે, જિનબિંબ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંદજાતિ, સિંઘ શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક આટલાં વાનાં ભેગવવાં પડતાં નથી. વાસ્તુ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લેકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે. કહ્યું છે કે-અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પિતાની તથા પરની ઉન્નતિને વિનાશ કરે છે.
જે મૂળનાયકજીનાં મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઈ પણ અવયવને ભંગ થયે હોય, તે મૂળનાયક ત્યાગ કરે. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org