________________
[૩૬]
श्राविधिप्रकरण ।
હોવાથી કેઈએ તેણીને પેટીમાં ઘાલી તે પાણીમાં તરતી મૂકેલી હોય એમ જણાય છે.” ત્યારપછી તેણે પાણી છાંટયું કે તરત જ તે કન્યાની મૂચ્છી વળી. તે સ્વસ્થ થઈ. પછી શંખદત્ત ખુશી થઈ કહેવા લાગ્યું કે, “આ મનહર સ્વરૂપવંતી કન્યાને મેં સજીવન કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત તેને કહેવા લાગ્યો કે, “એમ ના બેલ. આપણે બને જણે પેટીમાંથી જે નીકળે તે અઢો અદ્ધ વહેંચી લેવાનો ઠરાવ કર્યો છે, માટે તારા ભાગ બદલ તું મારું સર્વ દ્રવ્ય ગ્રહણ કર અને કન્યા મને આપ.” એવી રીતે પરસ્પર વિવાદ કરવાથી જેમ મીંઢળ ખાવાથી પેટનું અન્ન બહાર નીકળી જાય છે તેમ, આ કન્યાના અભિલાષથી બનેની અરસ-પરસની પ્રીતિ તૂટી ગઈ. કહ્યું છે કે,
જેમ કચી વાસેલા તાળાને ઉઘાડી નાંખે છે, તેમ ખરા નેહવંત પુરુષોના મનની પ્રીતિમાં સ્ત્રી સિવાય કે ભેદ પડાવી શકતું નથી.'
આવી રીતે બને મિત્રો વિવાદ કરવા લાગ્યા. ત્યારે ખલાસીઓએ તેમને શિખામણ દીધી કે, “હમણાં ધીરજ ધરો. અહીંથી નજીક સુવર્ણકૂલ નામનું બંદર છે, ત્યાં આપણું વહાણે બે દિવસે જઈ પહોંચશે ને ત્યાંના બુદ્ધિવંત પુરુષોની પાસે તમારે ન્યાય તમે લેજો.” ખલાસીઓની શિખામણ સાંભળી શંખદત્ત તો શાંત થયે, પરંતુ શ્રીદત્ત મનમાં વિચાર કરવા લાગ્યું કે, “જ્યાં ન્યાય કરાવીશું ત્યાંના લોકે એણે (શંખદ) સજીવન કરી છે, માટે એને જ અપાવશે, તેથી ત્યાં પહોંચતાં જ હું એનો ઘાટ ઘડી નાંખું.” એવા દુષ્ટ પરિણામથી કેટલાક પ્રપંચ કરી પોતાના ઉપર વિશ્વાસ બેસાડી એક વખતે રાત્રીના સમયે શ્રીદત્ત વહાણના ગોખ ઉપર ચઢી શંખદત્તને કહેવા લાગ્યું કે, “હે મિત્ર ! ! જે ! આ અષ્ટમુખને મછ જાય છે, આવો મગરમચ્છ તે ક્યાંય પણ દીઠો છે ? ” આ કૌતુક જેવાને શંખદત્ત ગોખ ઉપર ચઢે છે, એટલામાં તેણે શત્રુની પેઠે એવો તે ધક્કો માર્યો કે, તે તત્કાળ સમુદ્રમાં જઈ પડ્યો. અહો આશ્ચર્ય ! સુમુખી ગણાતી છતાં પણ દુર્મુખી સ્ત્રીઓને ધિક્કાર છે ! ધિક્કાર છે ! કેમકે, આ સ્ત્રીને માટે તદ્દભવમોક્ષગામી છતાં પણ શ્રીદત્તે મિત્રો આ દ્રોહ કર્યો. પિતાના ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થવાથી તે દુર્બુદ્ધિ શ્રી દત્ત હર્ષવંત થઈ પ્રાત:કાળે ઉઠી કૃત્રિમ (લકોને દેખાડવા રૂપ) પોકાર કરી કહેવા લાગ્યા કે, “અરે લોકો ! મારો મિત્ર કેમ ક્યાંય પણ દેખાતે નથી?” ઈત્યાદિક અનેક કપટનાં આડંબર નિવિષ સર્ષની ફણાના આપની માફક કૃત્રિમ કર્યા. છેવટ તે સુવર્ણકૂલ બંદરે આવી પહોંચ્યો. તેણે મોટા મોટા હાથીઓ તે ગામના રાજાને અર્પણ કર્યા. તે રાજાએ તેનું મૂલ્ય આપી બીજા કરિયાણુ વિગેરેનું દાણ છોડી દઈ તેનું સન્માન કર્યું, તેથી શ્રીદત્ત ત્યાં વખારોમાં માલ ભરી આનંદ સહિત વ્યાપાર વણજ કરવા લાગ્યો. પછી તે કન્યાની સાથે લગ્ન કરવા ધારી, સુખ વિલાસમાં દિવસે ગુજારતાં તે રાજ્યના દરબારમાં નિરંતર આવ જાવ કરતો હતો, ત્યાં તેની ચામર વિંઝનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org