________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
[ ૧ ]
પેાતાના હસ્તમાં એવી કાંઇ માટી સત્તા હાય, કે પોતેજ સમર્થ હાય, છતાં પણ બીજા માટા પુરૂષને આશ્રય લીધા વિના પેાતાના મહાન્ કાર્યની સિદ્ધિઓ અશકય છે. જેમકે પાતે ગમે તેવા સમર્થ હાય, તેા પણ વહાણુ કે તેવાજ બીજા કાઇ સાધનના આશ્રય લીધા વગર શું માટેા સમુદ્ર તરી શકાય છે ?
એમ કહીને તે શેઠ પાંચ લાખ દ્રવ્ય સાથે લઇને કાઇક દિશા ભણી ગુપ્ત રીતે ચાણ્યા ગયા; કેમકે, પુરૂષષ પેાતાનો સ્ત્રીને વાસ્તે શું શું કામ કરતા નથી ? કહ્યું છે કે, પ્રાણીઓ પેાતાની પ્રાણપ્રિયાને માટે દુષ્કર પણુ કાર્યો કરે છે. પાંડવેએ દ્રૌપદીને માટે શું સમુદ્ર ઉલ્લ્લંઘન કર્યા નથી ?
હવે સેામશેઠ પરદેશ ગયા પછી શ્રીદત્તનો સ્ત્રીએ પુત્રીને જન્મ આપ્યા. અહા અક્ સાસ ! દુ:ખ સમયે પશુ દેવ કેવા વાંકા થયે ? શ્રીદત્ત અતિ શાકાતુર થઈ વિચારવા લાગ્યા કે, “ ધિક્કાર થાએ મારા દુ:ખની પર પરાને ! કે માતાપિતાના વિયેાગ થયેા, લક્ષ્મીની હાનિ થઈ, રાજા દ્વેષી થયા અને છેવટે પુત્રી જન્મી. પારકાં દુઃખને દેખી સત્તાષ માનનાર આ દેવ ખરેખર મારી ઉપર હજી શું શું કરશે ? શ્રીદત્તે એવી રીતે ચિંતામાં પેાતાના દશ દિવસે નિ`મન કર્યા. શ્રીદત્તને એક શ ંખદત્ત નામે મિત્ર હતા, તે તેને શિખામણુ દઇ કહેવા લાગ્યા કે, હે મિત્ર ! લક્ષ્મીને માટે આટલી બધી ચિંતા શું કરવા કરે છે ? ચાલે! આપણે માટા સમુદ્ર એળગી, દ્વીપાન્તર જઈ વ્યાપાર કરી દ્રવ્ય સપાદન કરી અહો અ વહેંચી લઇશું. આવેા નિશ્ચય કરી પેાતાની સ્ત્રી તેમ પુત્રી પાતાના સગાવહાલાંને સાંપી શ્રીદત્ત પેાતાના મિત્રની સાથે વહાણુમાં એસી સિ ંહલ નામના દ્વીપમાં ગયેા. ત્યાં અન્ને જણે નવ વર્ષ સુધી વ્યાપાર કરી અતિશય લાભ મેળવી પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું. વળી વધારે લાભની આશાએ તેઓ ત્યાંથી કટાહ નામે દ્વીપમાં ગયા અને ત્યાં પણ એ વર્ષ સુધી હર્ષથી રહી પ્રામાણિકપણે ઉદ્યમ કરતાં તેમણે આઠ ક્રોડ દ્રવ્ય મેળવ્યું; કેમકે, કર્યાં અને ઉદ્યમ, એ એ કારણુ બળવત થયા, તેા પછી ધન ઉપાર્જન કરતાં શી વાર લાગે ?
તે બન્ને મિત્રા, વહાણુાને પર્યંત જેવા હાથીઓથી અને સરસ કરીયાણાંથી ભરી હવત થતા પાછા ફર્યા. તેમણે વહાણુની અટારીમાં બેઠા બેઠા દરીયામાં તરતી એક પેટી જોઇ, તે ખલાસી પાસેથી મંગાવી લઇ વહાણુ મધ્યેના સર્વ મનુષ્યાને સાક્ષી રાખી તે પેટીમાંનું દ્રવ્ય બન્ને વચ્ચે અદ્ધો અ વહેંચી લેવાનું ઠરાવી, તે પેટી ઉઘાડે છે, એટલામાં લીંબ( લીંમડા )ના પાનમાં વિટાયેલી, ઝેરને લીધે લીલા શરીર થઈ ગયું છે એવી અને મૂર્છાને લીધે બેભાન થઇ ગયેલી, એવી એક કન્યાને જોઇ. સર્વ મનુષ્ય આશ્ચર્ય પામ્યા. તેમને શ ંખદત્તે કહ્યું કે, “ ખરેખર એ કન્યાને કાઇ દુષ્ટ સપેડસેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org