________________
| [ 3 ]
•
કારવિધિના
રાજ્યલક્ષમીરૂપ લતાને અન્યાયરૂપ અગ્નિ તે ભસ્મકારક જ કહેલી છે, ત્યારે રાજ્યની વૃદ્ધિનો ઈચ્છનાર તે પરસ્ત્રી પર ચાહના પણ કેમ કરે? બીજા કેઈક લોકે અન્યાયમાં પ્રવર્તતા હોય તેઓને અટકાવનારજ રાજા હોય છે, તેમ છતાં જ્યારે રાજા પિતે જ અન્યાય પ્રવર્તાવે ત્યારે તે ખરેખર મછગળાગળ ન્યાય ના જેમજ ગણું શકાય. ત્યાર પછી સમશેઠના કહેવાથી પ્રધાન વિગેરે લોકોએ શાસ્ત્રોક્ત તેમજ કેકિતથી રાજાને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે અન્યાયી રાજા તેવા વચનથી તો ઊલટો દુર્વા (ગાળો) બાલવા લાગ્યું, પરંતુ તે સ્ત્રીને પાછી સમર્પણ કરી નહિ. ખરેખર રાજાનું આવું દુર્યાયીપણું મહાખેદ કરવા અને ધિક્કારવા યોગ્ય છે. અરે ! શિખામણ દેનારના ઉપર પણ છેવટ તે (રાજા) સૂર્યના કિરણની માફક અગ્નિનો વરસાદ વરસાવવા લાગ્યા. તે જ વખતે પ્રધાન પ્રમુખ શેઠને કહેવા લાગ્યા કે, “જેમ હસ્તિને કે સિંહને કાન ન પકડી શકાય તેમ, આ અન્યાયી રાજાને પણ કાંઈ સમજાવી શકવાને ઉપાય નથી. ચીભડાં સાચવવાને માટે જે વાડ કરવામાં આવે છે તેજ વાડ ચીભડાં ખાય તે પછી તે( ચીભડાં) ને કેવી રીતે બચાવ કરી શકાય? લેકમાં પણ કહે છે કે,
માતાજ પોતે પુત્રને વિષ આપે, પિતાજ પુત્રને વેચે અને રાજા સર્વસ્વ લુંટી લે, ત્યારે કયાં પિકાર કરો.
શ્રેણી મુખ્ય સમશેઠ ઉદાસ થઈને પિતાના પુત્રની પાસે આવીને કહેવા લાગ્યું કે, ખરેખર આપણું દુર્ભાગ્ય કે જેથી મેટી વિટંબની આવી પડી છે. કહ્યું છે કે,
सह्यन्ते प्राणिभिडिं, पितृमातृपराभवाः ।
भार्यापरिभवं सोढुं तिर्यञ्चोऽपि न हि क्षमाः ॥ ४ ॥ પ્રાણીઓ પોતાના માતાપિતાના વિચાગ પ્રમુખ ઘણા દુઃખને સહન કરી શકે છે, પરંતુ તિર્યંચ સરખા પણ પિતાની સ્ત્રીને પરાભવ ખમી શકતા નથી, તે પછી પુરૂષ પોતાની સ્ત્રીનો પરાભવ કેમ સહી શકે?”
હરકોઈ પ્રકારે એ રાજાને શિક્ષા કરીને પણ સામગ્રીને પાછી મેળવવી જોઈએ, અને તેને ઉપાય માત્ર એટલેજ છે કે, તેમાં કેટલાક દ્રવ્યનો વ્યય થશે. આપણી પાસે છે લાખ દ્રવ્ય છે તેમાંથી પાંચ લાખ દ્રવ્ય લઈ હું ક્યાંક દૂર જઈ કઈ અતિશય પરાક્રમી (બળવંત) રાજાની સેવા કરી તે રાજાના બળની સહાયતાથી તમારી માતાને જરૂર પાછી છોડાવી લાવીશ,
* મછગળાગળ ન્યાય–પાણીમાં રહેનારા મછાદિ કવો (જળચ) જેમ એક બીજા પિતાની જાતિનાજ પોતાનાથી નાને (ખધેલા છે)ને ખાઈ (ગળી) જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org