________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[૨૭]
સાક્ષાત લક્ષમીના જેવી રૂપવાલી મનહર ગણિકાને દેખી તેણીના ઉપર માહિત થઈને શ્રીદતે કોઈક પુરુષને પૂછયું કે, “આ કોણ છે ? ” ત્યારે તેણે જવાબ આપે કે, “આ રાજાની રાખેલી સુવર્ણરેખા નામની માનવંતી ગણિકા છે, પરંતુ તે અદ્ધ લાખ દ્રવ્ય લીધા સિવાય કોઈની સાથે વાતચીત પણ કરતી નથી. ” ત્યારપછી શ્રીદત્ત અદ્ધ લાખ દ્રવ્ય આપીને તે ગણિકાને બેલાવી. તેને તથા પિતાની સ્ત્રીને સાથે લઈ વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં બનેને પિતાની આજુબાજુ બેસાડી એક ચંપાના વૃક્ષની ઉત્તમ છાયા તળે વિશ્રામ લઈને તે બને સ્ત્રીઓ સાથે કામકેલિ સ્વછંદ હાસ્ય વિનોદ કરવા માંડે છે, એટલામાં અનેક વાનરીઓના ટેળાંની સાથે કામકેલિમાં રસિક એક વિચક્ષણ વાનર પિતાની વાનરીઓ સાથે યથેચ્છ કામક્રીડા કરતે ત્યાં આવ્યો. તેને જોઈ શ્રીદત, ગણિકાને પૂછવા લાગ્યો કે, “શું આ વાનર સાથેની બધી વાનરીઓ એની પિતાની સ્ત્રીઓ હશે ?” ત્યારે ગણિકાએ કહ્યું કે-“તિર્યચેના માટે આમાં શું પૂછવું ? કેમકે આમાં કેટલીક તેની માતાએ છે, કેટલીક બહેન છે, કેટલીક છોકરીની છોકરીઓ છે અને કેટલીક બીજી પણ છે.” ગણિકાનું આવું વાક્ય સાંભળીને શ્રીદત્ત ઉચ્ચસ્વરે કહેવા લાગ્યા કે, “જે ખરેખર એમ જ હોય તો તેઓ અત્યંત નિંદવા લાયક ઠરે છે. હા ! હા! ધિકાર! ધિક્કાર !! એ તિર્યંચ એટલા બધા અવિવેકી છે કે જેઓને પિતાની માતા, બહેન કે પુત્રીનું પણ ભાન નથી ? અરે એ એટલા બધા મૂર્ણ છે કે જેઓને કૃત્યાકૃત્યનું ભાન પણ નથી ? ત્યારે એવા પાપીઓનો અવતાર કે જન્મ શા કામને છે?” શ્રીદત્તનાં આવાં વચન સાંભળીને જતાં જતાં પાછો ખચકાઈ જતો હોય એમ વાનરીઓની સાથે જતાં, પાછો અટકી પાછું જોઈને તે વાનર શ્રીદત્તને કહેવા લાગ્યો કે, “અરે ! અરે ! દુષ્ટ દુરાચારી! પારકાં દૂષણે શોધી કાઢી બોલવામાં જ તું વાચાળ જણાય છે, ડુંગર ઉપર બળતું દેખે છે, પણ પિતાના પગ તળે બળતું દેખતા નથી. કહ્યું છે કે –
રાઈ–સરસવ જેવાં પારકાં લઘુ છિદ્રો જેવાને મૂર્ખ પ્રાણુ યત્ન કરે છે, પણ બીલાંના ફળ જેવાં પિતાનાં મોટાં મોટાં છિદ્રો દેખાતાં છતાં પણ તે દેખતો નથી.
અરે મૂર્ખ, પોતાની જ માતા અને પુત્રીને બે બાજુ પર બેસાડી તેમની સાથે કામક્રીડા કરે છે અને વળી પિોતાના મિત્રને પોતે જ સમુદ્રમાં નાંખી દીધો એવો તું પોતે જ પાપી છતાં અમને નિરપરાધીને કેમ નિંદે છે? ધિક્કાર છે તને !” આમ કહીને ફાળ મારી તે વાનર પિતાની વાનરીઓ સહિત ચાલતો થયે. આ વચને શ્રીદત્તિને છાતીમાં વાજા વાગ્યું હોય, તેવાં લાગ્યાં. ત્યાર પછી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે, એ વાનર એવાં અયોગ્ય વાક્ય કેમ બેસી ગયો? એ કન્યા તે મને સમુદ્રમાંથી મળી આવેલી છે, ત્યારે એ મારી પુત્રી કેમ થાય! તેમજ આ સુવર્ણરેખા અણિકા મારી જનેતા પણ શી રીતે થઈ શકે? મારી માતા સમશ્રી તો આનાથી For Private & Personal Use Only
• www.jainelibrary.org
Jain Education International