________________
પંચમ વર્ષ-ચકala |
[૩૮]
તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઈ તથા શ્રીગુરુ મહારાજને તથા સંઘને સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કર; કેમકે–શ્રીગુરુ મહારાજને સમુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડી વારમાં શિથિલ બંધવાળું થાય છે. પેથડ શેઠે તપા. શ્રી ધર્મષસૂરિજીના પ્રવેશોત્સવમાં બોંતેર હજાર ટંકને વ્યય કર્યો.
સંવેગી સાધુઓને પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે” એવી બેટી કલ્પના કરવી નહી, કેમકે સિદ્ધાંતમાં સામું જઈ તેમને સત્કાર કર્યાનું પ્રતિપાદન કરે છે. એ જ વાત સાધુની પ્રતિમાને અધિકારે શ્રી વ્યવહાર ભાગ્યમાં કહી છે. તે એ કે –
પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિભાવાહક સાધુ, જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પિતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે.
પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તે શ્રાવક, શ્રાવિકાઓનો અને સાધુ સાધ્વીઓને સમુદાય તે પ્રતિભાવાહક સાધુને આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે-“પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણું ભિક્ષાચરે તથા સાધુઓ વિચરતા હોય ત્યાં આવી પિતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જેવામાં આવે, તેની પાસે સંદેશે કહેવરાવે કે, “પ્રતિમા પૂરી કરી અને તેથી હું આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. “અમુક મોટા તપસ્વી સાધુએ પિતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેને ઘણું સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરે છે.” પછી રાજા, તે ન હોય તો ગામને અધિકારી, તે ન હોય તો સાધ્વી આદિ ચતુવિધ શ્રીસંઘ પ્રતિભાવાહિક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદર બાંધવ, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો વગેરે સત્કાર કહેવાય છે. એ સત્કાર કરવામાં ગુણ છે, તે એ કે
- પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કે “જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું. તેમજ શ્રાવક શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, “જેમાં એવા મ્હોટા તપસ્વીઓ થાય છે, તે જિનશાસન મહાપ્રતાપી છે.” તેમજ ખોટા તિર્થિની હીલના થાય છે, કેમકે, તેમનામાં એવા મહાસત્વવંત પુરુષો નથી. તેમજ પ્રતિમા પૂરી કરનાર સાધુને સત્કાર કરે એ આચાર છે. "તેમજ તીર્થની વૃદ્ધિ થાય છે, એટલે પ્રવચનને અતિશય જોઈને ઘણું ભવ્ય જીવ સંસાર ઉપર વૈરાગ્ય સે દીક્ષા લે છે. આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રી પર પ્રભાવના કરવી, એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org