________________
[ ૧૮ ]
श्राद्धविधिप्रकरण।
તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કસ્તૂરી વગેરે સુગંધી વસ્તુનો લેપ કરે, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિએર આદિ વિવિધ ફળ આપવાં તથા તાંબલ અર્પણ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થકરપણું વગેરે શુભ ફળ મળે છે. કહ્યું છે કે –અપૂર્વજ્ઞાન ગ્રહણ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણ વડે જીવને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં “ક” એ અક્ષર વધારે છે, તે યુદ્ધજ છે. કેમકે ભાવના તે તેનાં કરનારનેજ મોક્ષ આપે છે, અને પ્રભાવના તે તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે.
આલેયણા.
વળી ગુરૂનો યોગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તે ગુરૂ પાસે જરૂર આલેયણું લેવી. કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે –માસી તથા સંવત્સરીને વિષે આલેયણું તથા નિયમ ગ્રહણ કરવા. તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકપ આદિ ગ્રંથમાં આલોયણું વિધિ કહ્યો છે, તે નીચે પ્રમાણે:
પષ્મી, માસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો, ઘણુમાં ઘણું બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરૂ પાસે આલેયણ લેવી.
આલેયણા લેવાને સારૂ ક્ષેત્રથી સાતસો જન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરૂની ગવેષણ કરવી.
આલેયણું અર્પનાર ગુરૂનું લક્ષણ. હવે આલેયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.
આલેયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્રના અર્થન જાણું, કૃતગી એટલે મન વચન કાયાના શુભ ગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત્ વિવિધ પ્રકારના શુભ ધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા, નિરતિચાર ચારિત્ર પાળનારા, આલોયણું લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબુલ કરાવવામાં કુશળ, આલેયણા તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે? તેના જાણ, આલેયણા લેનારનો માટે દેષ સાંભળવામાં આવે, તે પણ વિષાદ ન કરનારા, આલોયણું લેનારને જૂદાં જુદાં દાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે.
જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨, આલએલા દોષનું બરાબર મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org