________________
[ ૩૮૪ ]
विधिप्रकरण |
જુદા જુદા પ્રકારના તપ સબંધી ઉજમણામાં જઘન્યથી એક ઉજમણું તેા દરવર્ષે યથાવિવિધ જરૂર કરવું. કેમકે માણસાની ઉજમણું કરવાથી લક્ષ્મી સારે સ્થાનકે જોડાય, તપસ્યા પણુ સફળ થાય, અને નિર ંતર શુભ ધ્યાન, ભન્ય જીવાને સમકિતનેા લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શૈાભા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવુ તે નવા બનાવેલા જિનમદિરે કળશ ચઢાવવા સમાન, ચાખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભાજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડ વાર ગણી જિનમ ંદિરે સ્નાત્રાત્સવ, સાધર્મિક વાત્સલ્ય. સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કર્યું. લાખ અથવા ક્રોડ ચાખા, અડસઠ સેાનાની અથવા રૂપાની વાડિકા પાટિયા, લેખણા તથા રત્ના, મેાતી, પરવાળાં, નાણુ, તેમજ નાળિએર વગેરે અનેક ફળા, જાતજાતનાં પકવાને, ધાન્યા તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુએ મૂકી નવકારનુ ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ વિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનુ ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસે ચુમાલીશ પ્રમુખ માદક, નાળિએર વાટિકચેા વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણાં કરનાર, સાનૈયા વગેરે વસ્તુ રાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાર્દિકનાં ઉજ્જમાં કરનારા ભવ્ય જીવેા પણુ હાલના કાળમાં દેખાય છે.
માળા પહેરવી એ મ્હાટુ ધ કૃત્ય છે, કેમ કે-નવકાર, ઇરિયાવહી ઇત્યાદિ સૂત્રા શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણુવાંગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે. શ્રુતની આરાધના માટે જેમ સાધુએને યાગ વહેવા, તેમજ શ્રાવકેાને ઉપધાન તપ જરૂર કરવુ જોઇએ. માળા પહેરવી એજ ઉપધાન તપનું... ઉજમણું છે; કેમકે—કેાઇ શેઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પેાતાના કંઠમાં નવકાર આદી સૂત્રની માળા તથા ગુરૂએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિશ્રી ( નિરુપદ્રવપણ્ અને માક્ષલક્ષ્મી) ઉપાર્જે છે. મુક્તિરૂપ કન્યાની વરમાળા જ ન હાય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હાય ! તથા પ્રત્યક્ષ ગુણેાની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાએ, ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણૢ નાણું, વાટકિયેયા, નાળિએર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી યથાશ્રુત સ ંપ્રદાયને અવલખીને કરવાં.
શાસનની પ્રભાવના.
તેમજ તીની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનુ સામૈયું', પ્રભાવના વગેરે દર વર્ષે જધન્યથી એક વાર તા શક્તિ પ્રમાણે જરૂર કરવી જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International