________________
પંચમ vજાચાર
[ ૩૮૩ ].
———
થયું ત્યારે વાભટ્ટ મંત્રી વગેરે સમર્થ લેકે ચાર લાખ, આઠ લાખ ઈત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સોરઠ દેશને મહુઆને રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધીરૂને પુત્ર જગડુ, મલિન શરીરે મલિન વસ્ત્ર પહેરી ઓઢીને ત્યાં ઊભે હતો. તેણે એકદમ સવા ક્રોડની રકમ કહી. આશ્ચર્ય થી કુમારપાળ રાજાએ પૂછયું ત્યારે તેણે કહ્યું કે-હારા પિતાએ નકામાં બેસી દેશદેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા કોડ સોનૈયાની કિંમતનાં પાંચ માણિકય રત્ન ખરીદ્યાં, અને અંત વખતે મને કહ્યું કે“શ્રી શત્રુંજય, ગિરનાર અને પાળ પટ્ટન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન ત્યારે આપવું, અને બે રત્ન પિતાને સારૂ રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રને સુવર્ણજડિત કરી શત્રુંજયનિવાસી ઋષભ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા પટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભુજીને કંઠાભરણ તરીકે આપ્યાં.
એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા વેતાંબર એ બનેના સંઘ સમકાળે આવી પહોંચ્યા અને બન્ને જણું અમારું તીર્થ કહી ઝગડો કરવા માંટ્યો. ત્યારે “જે ઇંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે” એવા વૃદ્ધ જનેના વચનથી પેથડ શેઠે છપ્પન પડી પ્રમાણ સુવર્ણ આપી ઇંધમાળા પહેરી, અને યાચકને ચાર ધડી પ્રમાણે સુવર્ણ આપી તીર્થ પિતાનું છે એમ સિદ્ધ કર્યું. આ રીતે જ પહેરામણ, નવી ધતીઓ, જાતજાતના ચંદરવા, અંગલુછણ, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર, લેગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી, વેલબુદિની રચના, સવગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વિગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવાં. જેમ એક શેઠ સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમતો લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યો ત્યારે હર્ષથી એક કોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો.
શ્રુતજ્ઞાનની આરાધના, તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે, સામાન્ય પૂજા તે ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુવડે વિશેષ પૂજા તે દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી ગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જઘન્યથી વર્ષમાં એક વાર તે અવશ્ય કરવી જ. આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાનભકિતદ્વારમાં વિસ્તારથી કહીશું.
ઉવાપન મહત્સવ. તેમજ નવકાર, આવશ્યક સૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org