________________
[ ૩૭૬ ]
- આલિયા !
મૂર્ખતા, અતિભ, અશુચિપણું અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દેષ સ્વાભાવિક છે. કેમકે હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશીએ ઉદય આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે, એમ તું સમ્યક્ પ્રકારે જાણ આ રીતે સર્વે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જેવામાં આવે છે, માટે તેઓથી દૂર રહેવું એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે?
સમાધાન:–“સ્ત્રીઓ જ પાપી હોય છે” એ એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે, પુરુષે પણ ક્રૂર મનવાળા, ઘણું દુષ્ટ, નાસ્તિક, કૃતજ્ઞ, પિતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બેલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરૂને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લેકે છે, તેથી સન્દુરુષની અવજ્ઞા કરવી જેમ ઘટિત નથી, તેમજ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે, તેથી સારી સ્ત્રીઓની અવજ્ઞા કરવી એ પણ ઘટિત નથી. જેમ ઘણું પાપી તેમ ઘણુ ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાએ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે, માટે તેમની દેવતાના ઈંઢો પણ પૂજા કરે છે, અને મુનિયે પણ સ્તુતિ કરે છે. લોકિક શાસ્ત્રના જાણ પણ કહે છે કે–સ્ત્રીઓ એવો કોઈ અદ્દભુત ગર્ભ ધારણ કરે છે કે, જે ત્રણે જગતને ગુરૂ થાય છે, માટે જ પંડિત લેક સ્ત્રીઓની ઘણું મહેટાઈ કબલ કરે છે. કેટલીક સ્ત્રીઓ પિતાના શીળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળિયા સમાન, સર્પને દેરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે, તેમજ ચતુવિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણું નિદા સંભળાય છે, તે પુરુષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે. તુલસા વગેરે શ્રાવિકાઓના ગુણેની તે તીર્થકરોએ પણ ઘણું પ્રશંસા કરી છે તેમની ધર્મને વિષે રહેલી દઢતા ઇંદ્રોએ પણ સ્વર્ગોને વિષે વખાણી છે, અને જબરા મિથ્યાત્વીઓ પણ એમને સમક્તિથી ચલાવી શક્યા નહિ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે, માટે માતાની માફક, હેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિત જ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી.
દંડવીર્ય રાજાનું દષ્ટાંત,
સાધમિકવાત્સલ્ય કરીને જ રાજાઓ પિતાનું અતિથિસંવિભાગ દ્રત સાચવે છે. કેમકે, મુનિને રાજપિંડ કપ નથી, આ વિષય ઉપર ભરતના વંશમાં થએલા ત્રણે ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org