________________
વંત્તમ વર્ષ-કાકરા.
.
[ ૩૭ ]
સંબંધ માંહમાંહે પૂર્વે પામેલા છે, પરંતુ સાધમિક આદિ સંબંધને પામનારા છે તે કેઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધમી ભાઈને મેલાપ પણું ઘણું પુણ્યકારી છે, તે પછી સાધમને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદરસત્કાર કરે તે ઘણે પુણ્યબંધ થાય એમાં શું કહેવું કહ્યું છે કે એક તરફ સર્વે ધર્મ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તળિયે તે બન્ને સરખા ઉતરે છે એમ કહ્યું છે. સાધર્મિકનો આદર સત્કાર નીચે પ્રમાણે કરો –
પિતાના પુત્ર વગેરેને જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તે સાધમીક ભાઈઓને નિમત્રણ કરવું અને ઉત્તમ ભેજન, તાંબલ, વસ્ત્ર આભરણ વગેરે આપવું. કદાચ તેઓ કંઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તે પોતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દોષથી કેઈનું ધન જતું રહે તે તેને પાછો પૂર્વની અવસ્થામાં લાવે. જે પોતાના સાધર્મિક ભાઈઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરૂષની હેટાઈ શા કામની? કેમકે–જેમણે દીન જીવને ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન કર્યું. તેમણે પિતાને જન્મ વૃથાન ગુમાવ્યો. પિતાના સાધમીક ભાઈઓ જે ધર્મથી ભ્રષ્ટ થતા હોય તે, ગમે તે રીતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જો તેઓ ધર્મકૃત્ય કરવામાં પ્રમાદ કરતા હોય તે, તેમને યાદ કરાવવું, અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરશે. કેમકે –પ્રમાદ કરે તે યાદ કરાવી, અનાચારને વિષે પ્રવૃત્ત થાય તે નિવારવા, ભૂલે તો પ્રેરણા કરવી, અને વારંવાર ચૂકે તો વખતેવખત પ્રેરણા કરવી. તેમજ પોતાના સાધર્મિકોને વાચના, પૃછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેને વિષે જોગ મળે તેમ જોડવા, અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાનને વિષે સાધારણ પષધશાળા વગેરે કરાવવી. વગેરે.
શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય અને સ્ત્રીઓની ઊંચનીચતા.
શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમકે, જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મને વિષે મનમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી.
શંકા–લેકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, એઓ તે ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વિજળી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાને ઉત્પાત, ફણા વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણુ સરખી છે. એમને તે પ્રત્યક્ષ રાક્ષસી સમાનજ ગણવી. ગુરૂ ઉપરનો તથા ભાઈ ઉપરને નેહ તૂટવાનું કારણ એજ છે. કેમકે–અસત્ય વચન, સાહસિકપણું, કપટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org