________________
[
૭૪ ].
માવિધિના
એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાર્ટી વગેરે સંયમોપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે એવી રીતે કેન્સરળ ઘરથા જુગારુ રસ તિક્તિ અર્થઅનશનાદિક, વસ્ત્રાદિક અને સોયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર, જેમ કે ૧ અશન, ૨ પાન, ૩ ખાદિમ અને ૪ વાદિમ એ અનાદિક ચાર, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કંબલ અને ૮ પાદપૂંછનક એ વસ્ત્રાદિક ચાર તથા ૯ સેય, ૧૦ અો, ૧૧ નરણ અને ૧૨ કાન ખેતરવાની સળી એ સોયાદિક ચાર આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે.
એમજ શ્રાવક શ્રાવિકારૂપ સંઘને પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણ વગેરે આપીને સત્કાર કરે. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકેને પણ ઉચિત લાગે તેમ
તૃપ્ત કરે.
સંઘપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. જિનમતધારી સર્વ સંઘને પહેરામણી આપે તે ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તે જ ઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સવે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય, તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક શ્રાવિકાઓને સેપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે, તો પણ તેને ઘણે લાભ કેમકે-લક્ષમી ઘણી છતાં નિયમ આદરશક્તિ છતાં ખમવું, યોવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્ધી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લોકો તો દરેક ચોમાસામાં સંઘપૂજા વગેરે કરતા હતા અને ઘણા ધનને વ્યય કરતા હતા, એમ સંભળાય છે. દિલ્લીમાં જગસી શેઠને પુત્ર મહણસિંહ છીતપાગચ્છાધિપ પૂજ્ય શ્રીદેવચંદ્રસૂરિજીનો ભકત હતો. તેણે એકજ સંધ પૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણિ ત્યાં પધાર્યા પૂર્વે મહણસિંહે બોલાવેલા શ્રીગુરૂ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુકમાં સંઘપૂજા કરી, તેમાં છપન હજાર ટંકને વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધક ભાઈઓનું અથવા કેટલાકનું શકિત પ્રમાણે કરવું. સાધમી ભાઈને વેગ મળવો જે કે દુર્લભ છે. કેમકે–સર્વે જ સર્વે પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org