________________
દ્વિતીય પ્રકાશ : : રાત્રિકૃત્ય.
–એ – દિનકૃત્ય કહ્યા પછી, હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂછ સામાયિક કરવા વગેરે વિધિ સહિત ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે, તેમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળ ઈત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજી કેટલીક વિધિ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર વૃત્તિમાં કાંઈક કહી છે, માટે અહિં કહેવામાં આવી નથી. શ્રાવકે સમ્યકત્વાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભદ્રક પુરુષે અભ્યાસાદિને સારૂ દરરોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સરખું પ્રતિક્રમણ છે, માટે કદાચ અતિચાર લાગ્યા ન હોય, તે પણ શ્રાવકે તે ખાસ કરવું. સિદ્ધાંતમાં કહ્યું છે કે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પ્રતિક્રમણ દરરોજ જરૂરતું છે, અને બાકીના વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં કારણ હોય તે પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. કારણ હોય તે એટલે મધ્યમ તીર્થંકરના વારામાં અતિચાર લાગ્યો હોય તે, બપોરના પણ પ્રતિક્રમણ કરે છે અને ન લાગ્યો હોય તે પૂર્વ કોડ વર્ષ પર્યત પણ ન કરે. ત્રણ પ્રકારનાં ઔષધ કહ્યાં છે, તે એ કે-૧ પ્રથમ ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તે ન ઉત્પન્ન કરે, ૨ બીજું ઓષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તે નવા ઉપ્તન્ન ન કરે. ૩ ત્રીજું ઔષધ રસાયન એટલે પૂર્વે થએલે વ્યાધિ હોય તો તેને મટાડે અને વ્યાધિ ન હોય તે સર્વાગને પુષ્ટિ આપે, તથા સુખની અને બળની વૃદ્ધિ કરે, તેમજ ભાવિકાળે થનારા દદોને બંધ પાડે. પ્રતિક્રમણ કહેલા ત્રણ પ્રકારના ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી તે અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે.
સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા વિષે શંકા અને સમાધાન.
શંકા –આવશ્યકચૂર્ણિમાં કહેલે સામાયિક વિધિ તે જ શ્રાવકનું પ્રતિક્રમણ છે, કેમકે, પ્રતિક્રમણના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવું એ સર્વ એમાં જ (સામાયિક વિધિમાં જ ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કે–પ્રથમ ૧ સામાયિક કરી પછી એક પછી એક એમ ૨ ઈરિયાવહી, ૩ કાર્યોત્સર્ગ, ૪ ચોવીસ, ૫ વાંદણું અને ૬ પચ્ચખાણ કરવાથી છ આવશ્યક પૂરા થાય છે. તેમજ “રામાયણમારં” એવું વચન છે, તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું પણ નક્કી થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org