________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૩૨૭ ]
આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દછત છે –
દશાર્ણ નગરમાં એક શ્રાવિકા સાંજે ભજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચખાણ કરતી હતી. તેનો ભર મિથ્યાષ્ટિ હતું. તે “ સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ, માટે એ (દિવસચરિમ) મહટું પચ્ચખાણ કરે છે. ” એવી રીતે શ્રાવિકાની હમેશાં હાંસી કરતો હતો. એક દિવસ શ્રાવિકાએ “તું ભાગીશ” એમ કહીને ઘણી ના પાડી, તે પણ તેણે દિવસચરિમ પચ્ચખાણ કર્યું. રાત્રિએ સમ્યગુણિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ઘણે વાર્યો, તે પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડયું એટલામાં દેવીએ પ્રહાર કર્યો કે જેથી તેના ઓળા બહાર નીકળી ભૂમિ ઉપર પડ્યા, “હારે અપયશ થશે” એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ કર્યો પછી શ્રાવિકાના કહેવાથી દેવોએ તકાળ કેઈ એક મરાતા બેકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડયાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડયું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થયે. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા તેથી તે નગરનું પણ એકાક્ષ નામ પડ્યું. તેને જેવાથી ઘણા લોકો શ્રાવક થયા. આ રીતે દિવસચરિમ ઉપર એડકાક્ષનું દ્રષ્ટાંત કહ્યું છે.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબને અર્થે અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણની શ્રાદ્ધવિધિમુદી” ટીકામાં પ્રથમ દિનકૃત્ય
પ્રકાશ સંપૂર્ણ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org