________________
[ ૩૩ ]
વિધિ
કાંઈ સંશય રહ્યા હોય તે ગુરૂને પૂછવા તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તન કહેવાય છે. જંબુસ્વામી વગેરે સ્થવિરેની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સમરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે. અહિં ગુરૂમુખેથી સાંભળેલા શાસ્ત્રાર્થના જાણુ પુરૂષ પાસે વિચાર કરવા રૂપ સંય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે, “તે તે વિષયના જાણુ પુરૂષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતનો વિચાર કરવો” એવું શ્રી યેગશાસ્ત્રનું વચન છે. એ સમય ઘણી ગુણકારી છે. કહ્યું છે કે–સાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે, સર્વ પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સાયમાં રહેલો પુરૂષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સોય ઉપર દષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપ ગ્રંથમાં કર્યું છે, તેથી અત્રે તે કહો નથી. આ રીતે આઠમી ગાથાને અર્થે અત્રે પૂરો થયે. (૮)
संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ कुणइ तह विहिणा ।
विस्समणं सज्झाय, गिहं गओ तो कहइ धम्मं ॥९॥ ગાથાર્થ–સંધ્યા વખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિ માફક મુનિરાજની સેવા ભક્તિ અને સાય કરવી. પછી ઘેર જઈ સ્વજનેને ધર્મોપદેશ કરે. (૯)
ટીકાથ-શ્રાવકે હમેશાં એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કેશ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત વસ્તુને વનાર, હમેશાં એકાસણ કરનાર તેમજ બ્રહ્મચર્ય, વ્રત પાળનારો હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ચોઘડીઆમાં પહેલી બે ઘડીએ અર્થાત બે ઘડી દિવસ બાકી રહે છતે ભેજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભજન કરે તે રાત્રિભૂજનનો મહાદેષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મોડું ભજન કરે તો ઘણા દેષ લાગે છે. તેનું દષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભેજન કરી રહ્યા પછી પાછા સૂર્યને ઉદય થાય, ત્યાં સુધીનું ચવિહાર અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચખાણ કરે. એ પચ્ચખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ, પણ બીજે ભાગે રાત્રિએ કરો તો પણ ચાલે એમ છે.
શંકા –દિવસચરિમ પચ્ચખાણ નિષ્ફળ છે, કારણ કે, એકાશન વગેરે પચ્ચખાણમાં તે સમાઈ જાય છે. સમાધાન –એમ નહી. એકાશન વગેરે પચ્ચખાણના આઠ ઈત્યાદિક આગાર છે, અને દિવસચરિમના ચાર આગાર છે, માટે આગારનો સંક્ષેપ એજ દિવસ ચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે. દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજનના પચ્ચખાણને યાદ કરાવનારૂં છે, રાત્રિભેજનના પચખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org