________________
--
-
प्रथम दिन-कृत्यप्रकाश ।
કુમારે જ્યાં જ્યાં પિતાની નજર ફેરવી, ત્યાં ત્યાં ભયંકર ભુજાના સમુદાયથી ન જેવાવ એવો વિદ્યાધર રાજા જ તેના જેવામાં આવ્યું. એટલું થયું તે પણ કુમારને અજાયબ ન લાગ્યું, અને કિંચિત્માત્ર પણ ભય ન લાગ્યો. ધીર પુરુષો કપાંતકાળ આવી પડે તે પણ કાયર થતા નથી.
પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી. ઠીક જ છે, સંકટનો વખત આવે ધીર પુરુષો અધિક પરાક્રમ પ્રકટ કરે છે. કુમારને ભયંકર સંકટમાં સપડાયલે જોઈને ચંદ્રચૂડ દેવતા હાથમાં હોટે મુગર લઈ વિદ્યાધર રાજાને પ્રહાર કરવા ઊડ્યો. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઈ દુઃશાસન સરખે વિદ્યાધર રાજા શીધ્ર ક્ષેભ પાપે. તથાપિ તે ઘણું છે પકડી પોતાના સર્વ રૂપથી, સર્વ ભુજાઓથી, સર્વ શક્તિથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યા. દેવતાની શક્તિ અચિંત્ય અને કુમારનું ભાગ્ય અદૂભુત હોવાથી ચંદ્રચડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતજ્ઞ માણસ ઉપર કરેલા ઉપકારની માફક નિષ્ફળ ગયા. જેમ ઇંદ્ર વાવડે પર્વતને તોડી પાડે, તેમ ક્રોધથી દુર થએલા ચંદ્રચૂડે મુદગરવડે વિદ્યાધર રાજાના મુખ્ય સ્વરૂપ ઉપર પ્રહાર કર્યો. ચંદ્રચડે પોતાની સર્વ શક્તિથી વિદ્યાધર રાજા ઉપર પ્રહાર કર્યો ત્યારે કાયર માણસના પ્રાણ નીકળી જાય એવો ભયંકર અવાજ થયો. વિદ્યા બળથી અહંકારી થએલા, લયને જીતવાની સત્તા રાખનારા એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ સરખું મજબૂત માથું તે પ્રહારથી છેદાયું નહિ. તથાપિ તેની બહરૂપ ધારણ કરનારી મહાવિદ્યા ભય પામીનેજ કે શું! કાગડાની પેઠે શીવ્ર નાસી ગઈ. દેવતાનું સહાધ્ય આશ્ચર્યકારી હોય એમાં શક નથી.
આ કુમાર સ્વભાવથી જ શત્રુઓને રાક્ષસ સરખે ભયંકર લાગતું હતું, અને તેમાં અગ્નિને સહાયકારી જેમ વાયુ મળે, તેમ તેને જેને પરાભવ ન કરાય એવો દેવતા સહાયકારી મળ્યો.” એમ વિચારી બીકણની માફક વિદ્યાધર રાજા નાસી ગયે. કહ્યું છે કે–જે ભાગે તે જીવે. પાયદળનો સ્વામી તે વિદ્યાધર રાજા પિતાની ભાગી ગએલી ઈષ્ટ વિદ્યાને જેવાને અર્થે તેની પાછળ શીઘ્ર વેગથી દોડતે ગ. સંનિગ શિષ્ટ (પરસ્પર સંયોગથી બની ગએલાં) બે કાર્યોમાં જેમ એકનો નાશ થવાથી બીજાનો પણ નાશ થાય છે, તેમ વિદ્યાનો લેપ થતાં જ વિદ્યાધર રાજાનો પણ લેપ થયો. સુકુમાર કુમાર કયાં? અને કઠોર વિદ્યાધર કયાં? તથાપિ કુમારે વિદ્યાધરને જી. એનું કારણ કે, જ્યાં ધર્મ હોય, ત્યાં જય છે. વિદ્યાધર રાજાના સેવક જે વિદ્યાધરો હતા, તે પણ તેની સાથે જ નાસી ગયા ! ઠીક જ છે, દીવો બુઝાઈ ગયા પછી તેને પ્રકાશ પાછળ શું રહે? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યું. અતિશય ચમત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org