________________
[ રૈ૮ ]
श्राद्धविधिप्रकरण |
ઠીક જ છે. જળથી ભરેલે નવા મેઘ વૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારાના પૂર્વાપર ક્રમ કયાંથી જણાય? માણુ ફૂંકવામાં સ્વાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કાઈ કાળે પણ આકુળવ્યાકુળ ન થાય એવા તે બન્ને વીરાનાં બાણુ જ માંડામાંડ એક બીજાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ ભાણુ લાગ્યુ નહીં. ઘણા ક્રોધ પામેલા તે અન્ને મહાયાહાએનું ઘણા કાળ સુધી સેક્ષ, ખાવલ, તીરી, તેામર, તખલ, અચંદ્ર, અનારાચ, નારાચ વગેરે-જાતજાતનાં તીક્ષ્ણ ખાણેાથી યુદ્ધ ચાલ્યુ. સગ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા છેૢા કાળ સંગ્રામ થયેા તા પણુ થાકયા નહીં. સરખે સરખા એ જબ્બર જુગારી હાય તા તેમનામાં માંડામાંડે કાણુ કાને જીતે? તેને જેમ સંશય રહે છે, તેમ તે અને જણામાં કેણુ જીતશે ? તેના સંશય રહ્યો. ઠીક જ છે, એક વિદ્યાના ખળથી અને ખીજો દેવતાના બળથી બલિ થએલા, વાલિ અને રાવણુ સરખા તે મને યેદ્ધાઓમાં કાના જય થાય, તે શીઘ્ર શી રીતે નક્કી કરાય ? સારી નીતિથી ઉપાર્જન કરેલુ ધન. જેમ જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનું અને ધર્માં ખળ ઘણું હાવાથી રત્નસાર કુમારના અનુક્રમે જય થયા. તેથી વિલખા થએલા વિદ્યાધર રાજાએ પેાતાનેા પરાજય થયા એમ જાણીને સગ્રામ કરવાની સીધી રીતિ છેાડી દીધી, અને તે પેાતાની સર્વ શકિતથી કુમાર ઉપર ધસી આવ્યેા. વીસભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારા તે વિદ્યાધર રાજા, સહાસ્રર્જુનની માફક કોઇથી ન ખમાય એવા થયા. મનમાં શુદ્ધ વિચાર રાખનારા રત્નસાર કુમાર “ અન્યાયથી સગ્રામ કરનાર કોઇપણ પુરુષની કાઇ કાળે જીત ન થાય ” એમ ધારી ઘણું! ઉત્સાહવત થયે.
વખત
વિદ્યાધર રાજાએ કરેલા સર્વે પ્રહારથી અશ્વરત્નની ચાલાકીવર્ડ પેાતાના બચાવ કરનારા કુમારે તુરતજ ક્ષુરપ્ર નામે બાણુ હાથમાં લીધુ. શસ્ત્રો શી રીતે તેાડવાં ? તેના મર્મ જાણનાર કુમારે, અસ્રાવર્ડ જેમ વાળ કાપે તેમ તેના સર્વ શસ્ત્રો તાડી નાંખ્યાં. પછી કુમારે સગ્રામમાં એક ખારીક અચંદ્ર માણવડે વિદ્યાધર રાજાના ધનુષ્યના પશુ શીઘ્ર એ કટકા કર્યો. અને ખીજા અચંદ્ર બાવડે કાઇથી ન ભેદાય એવા વિદ્યાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યો. ઘણું અજાયબ છે કે, એક વિણકુમારમાં પણ એવું અલો કિક પરાક્રમ હતું. લાખના રસ સરખા લેાહીના ઝરનારા અને છાતીમાં થએલા પ્રહારથી દુ:ખી થએલે વિદ્યાધર રાજા હથિયાર વિનાના હાવાથી પાનખર ઋતુમાં પાંદડાં વિનાના થએલા પીપળાના ઝાડ જેવા થયા. વિદ્યાધર રાજા તેવી સ્થિતિમાં હતા, તા પણ ક્રોધાંધ થઈ તેણે વેગ બહુ હાવાને લીધે કેાઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરૂપિણી વિદ્યાડે કર્યો. વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રક્ટ કરેલાં તે લાખા રૂપા પવનના તેાફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં. તે સમયે પ્રલયકાળનાં ભયંકર વાદળાં સરખાં તે રૂપાથી સર્વ પ્રદેશ શકાયલે હાવાથી આકાશ ન જોવાય એવુ ભયંકર થયું. રત્નસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org