SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ ] શ્રાવિધિપur ૯૦ પુરુષોત્તમ, ૯૧ કયંબ, ૯૨ લેહિતાક્ષ, ૩ મણિકાંત, ૯૪ પ્રત્યક્ષ, ૫ અસીવિહાર, ૯૬ ગુણકંદ, ૯૭ ગજચંદ્ર, ૯૮ જગતરણી, ૯ અનંતગુણકર, ૧૦૦ નગ૭, ૧૦૧ સહજાનંદ, ૧૦૨ સુમતિ, ૧૦૩ અભય, ૧૦૪ ભવ્યગિરિ, ૧૦૫ સિદ્ધશેખર, ૧૦૬ અનંતર લેશ, ૧૦૭ શ્રેષ્ઠગિરિ, ૧૦૮ સિદ્ધાચળ. એક આ અવસર્પિણીમાં પહેલા ચાર તીર્થકર ભગવંતો(ાષભદેવ, અજિતનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામિ)નાં સમવસરણ આ તીર્થ ઉપર થયાં છે; વળી ઓગણીસ તીર્થકર (સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વસ્વામી, ચંદ્રપ્રભા, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી)ના સમવસરણ પણ થનાર છે. એક નેમિનાથ વિના આ ચોવીસીના બીજા બધા તીર્થકરો અહીંયાં સસરશે. આ તીર્થ ઉપર અનંતા મુનિઓ સિદ્ધિપદને પામ્યા છે–પામશે, માટે આ તીર્થનું નામ સિદ્ધક્ષેત્ર પ્રસિદ્ધ થયું છે. વિશ્વમાં પ્રશંસનીય શ્રી તીર્થંકરભગવતેએ પણ આ તીર્થની પ્રશંસા કરી છે, તેમને મહાવિદેહમાં રહેલા ભવ્યપ્રાણીઓ જેનું નિરંતર સ્મરણ કરે છે. (જેમ સારી ભૂમિમાં વાવેલું બીજ અત્યુત્તમ ફળ આપે તેમ પ્રાય: શાશ્વત એવા આ તીર્થ ઉપર કરેલાં જપ, તપ, પૂજા, સનાત્ર, દાનાદિક અનંત ફળને આપે છે). કહ્યું છે કે – पल्योपमसहस्रं च ध्यानाल्लक्षमभिग्रहात् । दुष्कर्म क्षीयते मार्गे सागरोपमसम्मीतम् ॥ शत्रुञ्जये जिने दृष्टे दुर्गतिद्वितयं क्षिपेत् । सागराणां सहस्रं च पूजास्नात्रविधानतः ॥ (પોતાના ઘરમાં બેઠાં પણ) શત્રુંજયતીર્થનું ધ્યાન ધરવાથી એક હજાર પોપમનાં પાપ જતાં રહે છે, અને તે તીર્થયાત્રાને કાંઈ અભિગ્રહ ધારણ કરે તે એક લાખ પત્યપમનાં દુષ્કર્મો ક્ષય થાય છે. વળી તે તીર્થની યાત્રા કરવાને નિમિત્તે તે તરફ પ્રયાણ કરે તે એક સાગરોપમનાં પાપ નાશ થાય છે. તીર્થ ઉપર ચઢીને મૂળનાયકનાં દર્શન કરે તે તિર્યંચ અને નરક એ બે દુર્ગતિએને નાશ થાય છે. અને જે ત્યાં પૂજા તથા નાત્ર ભણવે તે એક હજાર સાગરોપમનાં અશુભ કર્મો ક્ષય થાય છે. એ તીર્થની યાત્રા કરવાને તેની સન્મુખ એક એક ડગલું ભરે તો દરેક ડગલે ડગલે કરાડ ભવના પાપથી મુક્ત * સિદ્ધગિરિ શિત્રુંજયનાં એકસો આઠ નામ મધ્યે વેવીશ નામ ટીકાકારે મૂકેલાં છે. [ અને “આદિ એક આઠ નામ જાણવા” એમ વર્ણવેલું છે] તે જ અનુક્રમે f એ ત્રેવીશ નામે ] મૂકી મહાક૯૫નામાં ગ્રંથ નહીં મળવાથી બાકીનાં ] નામ ખમાસમણામાં નમંસ્કાર કરવામાં આવતાં હતા તથા પૂજદિકમાંથી ધી મૂકયાં છે, જેથી બીજા પાઠાંતર હશે એમ સંભવે છે. Jain Education Internationat For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy