SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ર૭ ] થાય છે. કોઈ ભવ્ય જીવ શુદ્ધબુદ્ધિવાલે બીજા સ્થાન પર ક્રોડપૂર્વ વર્ષ સુધી ક્રિયા કરતાં જેટલાં શુભ ફળને પામે તેટલું જ ફળ આ તીર્થ પર નિર્મળતાથી કરે તે અંતર્મુહૂર્તમાં પામી શકે. કહ્યું છે કે, जं कोडिए पुण्णं कामिअआहारभोइआए उ। तं लहइ तिथ्थपुण्णं एगोवासेण सेर्जेजे ॥२८६ ॥ દોડવાર ઇચ્છિત આહાર ભજન સાધમીને કરાવતાં જેટલું પુણય થાય તેટલું પુણ્ય શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી થાય છે. जं किंचि नामतिथ्थं, सग्गे पायालि माणुसे लोए। तं सबमेव दिलं पुंडरिए वंदिए संते ॥२८७ ॥ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલેકમાં જેટલાં યે તીર્થ નામે છે, તે બધાંના દર્શન બરાબરનું ફળ એક સિદ્ધાચલને વંદન કરવાથી પામી શકાય છે. पडिलंभंते संघ, दिठमदिहे असाह सित्तुंजे । कोडिगुणं च अदिडे, दिखे अणंतग होइ ॥ २८८ ॥ ભવ્યજીવ શ્રેષ્ઠ એવા શત્રુજયના દર્શન કરે અથવા ન કરે તે પણ શત્રુંજયે જતા સંધનું વાત્સલય કરે તો ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. શત્રુંજય પર્વતને જોયા વગર જ શત્રુંજય જતા સંઘનું વાત્સલ્ય કરે તે ક્રોડગુણું ફળ થાય અને તીર્થયાત્રા કરીને સ્વામિવાત્સલ્ય કરે તે અનંતગુણું ફળ થાય. नवकारसहिए, पुरिमलेगासणं च आया । पुंडरियं च समरंतो, फलकंखी कुणइ अभत्तई ।। २८९॥ छठमदसमदुवालसाण मासद्धमासखमणाणं। तिगरणसुद्धो लहए सत्तुंजे संभरंतो अ॥२९० ॥ શ્રી શત્રુંજયનું સ્મરણ કરતે, મન, વચન અને કાયા એમ ત્રિકરણ શુદ્ધિવાલે ભવ્ય પ્રાણી નવકારસીથી છઠ્ઠનું, પિરસીથી અઠ્ઠમનું, પુરીમઢથી ચાર ઉપવાસનું, એકાસણથી છ ઉપવાસનું, આંબીલથી પંદર ઉપવાસનું અને ઉપવાસથી માસખમણ (મહિનાના ઉપવાસ) નું ફળ પામે છે. ૧ લી. ૨ ફુલો. ૨ ાિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy