________________
હ)
प्रथम दिन-कृत्यप्रकाश ।
| [ ૨૧૨માં
લજજા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજજા, ઉત્સુકતા, હર્ષ વગેરે મનેવિકાર ઉત્પન્ન થયા. ઘણુ મનેવિકારથી ઉત્તમ એ તાપસ કુમાર મનમાં શૂન્ય જે થયે હતું, તથાપિ કોઈપણ રીતે ઘેર્યું પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યો. “હે જગતવલભ! હે સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપાદ્રષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર, પ્રમાદ ન કર, અને અમારી સાથે વાતચીત કર. હારા નિવાસથી કયે દેશ અને કયું નગર જગતમાં ઉત્તમ અને પ્રશંસા કરવા યંગ્ય થયું? હારા જન્મથી કર્યું કુળ ઉત્સવથી પરિપૂર્ણ થયું ? લ્હારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પ પેઠે સુગંધીવાળી થઈ?કે જેની અમે પ્રશંસા કરીએ? એ શ્રેલયને આનંદ પમાડનારા હારા પિતા ક? તને પણ પૂજવા ગ્ય એવી હારી માન્ય માતા કેણ? સમગ્ર સુંદર વસ્તુમાં શ્રેષ્ઠ એ તું જેમની સાથે સગા સંબંધ રાખે છે, તે સજજનની પેઠે જગતને આનંદ પમાડનારાં હારાં સ્વજન કયાં? જે વડે જગતમાં તું ઓળખાય છે, તે મહેટાઈનું સ્થાનક એવું હારું નામ કર્યું ત્યારે પિતાના ઈષ્ટ માણસને દૂર રાખવાનું શું કારણ બન્યું? કેમકે, તું કઈ પણ મિત્ર વિના એકલો જ દેખાય છે. બીજાને તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનું પ્રયોજન શું? અને મહારી સાથે તે પ્રીતિ કરવા ઈચ્છે છે, તેનું પણ કારણ શું?”
તાપસ કુમારનું એવું મનહર ભાષણ પૂર્ણ પણે સાંભળતાં એકલો રતનસાર જ નહીં, પરંતુ ઘેડ પણ ઉત્સુક થયા. તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અવ પણ ત્યાં સ્થિર ઉભે રહ્યો. ઉત્તમ અને વર્તન અસવારની મરજી માફક જ હોય છે. રત્નસાર તાપસ કુમારના સૌંદર્યથી અને બોલવાની ચતુરાઈથી મોહિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકે નહીં. એટલામાં તે ભલે પિપટ વાચાળ માણસની માફક ઉચ્ચ સવારે બેલવા લાગ્યા. જે સર્વ અવસરને જાણ હોય, તે અવસર મળે કાંઈ વિલંબ કરે? પિપટ કહે છે. “હે તાપસ કુમાર! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયોજન શું છે? હાલમાં તે અહિં કાંઈ વિવાહ માંડ્યો નથી. ઉચિત આચરણ આચરવામાં તું ચતુરજ છે, તથાપિ તે તને કહું છું. સર્વે વ્રતધારીઓને ઘેર આવેલ અતિથી સર્વ પ્રકારે પૂજવા લાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કે–ચારે વને ગુરુ બ્રાહ્મણ છે, અને બ્રાઘણને ગુરુ અગ્નિ છે, સ્ત્રીઓને ભરથાર એ જ એક ગુરુ છે, અને સર્વે લોકોને ગુરૂ ઘેર આવેલે અતિથિ છે માટે હે તાપસ કુમાર! જે, (હારૂ તિ આ કુમાર ઉપર હોય તે, એની ઘણું પરોણાગત કર. બીજા સર્વ વિચાર કાર મૂકી દે.” પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થએલા તાપસ કુમારે રનના હાર સરખી પિતાની કમળમાળા ઝટ પોપટના ગળામાં પહેરાવી. અને રત્નસારને કહ્યું કે“હે શ્રેષ્ઠ કુમાર ! તુંજ જગમાં વખાણવા લાયક છે, કારણકે, ત્યારે પિપટ પણ વચન ચાતુરીમાં ઘણાજ નિપુણ છે. હારૂં સોભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે માટે હે કુમાર !
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org