________________
[૨૨૨ ]
આ વિષિકwા.
હવે ઘોડા ઉપરથી ઉતર, મહારો ભાવ ધ્યાનમાં લઈ મહારે પરાણે થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારૂં એવું આ ન્હાનું સરખું એક તળાવ છે. આ સઘળો સુંદર વનને સમુદાય છે, અને અમે હારા તાબેદાર છીએ. મહારા જેવા તાપસથી હારી પરોણાગત તે શી થવાની? નગ્ન તપસ્વીના મઠમાં રાજાની આસનાવાસના તે શી થાય તથાપિ હું હારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કોઈ સ્થળે વરખડાનું ઝાડ પિતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું? માટે શીધ્ર મહેરબાની કરી આજ હારી વિનતિ કબૂલ કર. સુસાફરી કરનારા પુરુષે કોઈની વિનંતિ કઈ પણ વખતે ફેગટ જવા દેતા નથી.”
રત્નસારના મનમાં ઘડા ઉપરથી ઉતરવાનો વિચાર પહેલેથી જ આવ્યો હતે. પાછળથી જાણે સારા શકુનો જ ન હોય એવાં તાપસ કુમારનાં વચનથી તે નીચે ઉતર્યો. પછી તે અને કુમારો જાણે જન્મથી માંડીને જ મિત્ર ન હોય ! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા, તે હમણાં પ્રીતિથી એક બીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માહોમાંહે આલિંગન કરીને મળ્યા. પછી મહામહે દઢ થએલી પ્રીતિ તેવી ને તેવી જ રાખવાને અથે તે બને જ એક બીજાને હાથ પકડી થેડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા. પ્રીતિથી માંહોમાંહે હસ્ત મેલાપ કરનારા અને કુમાર જંગલની અંદર કીડા કરનાર છે હાથીના બચાંની પેઠે શોભવા લાગ્યા. તાપસ કુમારે જેમ પોતાનું સર્વસ્વ દેખાડયું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળાવ, ક્રીડા કરવાનાં સ્થાનક વગેરે સર્વ રત્નસારને દેખાડ્યાં. ફળોની તથા ફેની ઘણું સમૃદ્ધિ થવાથી નમી ગએલાં એવાં, પૂર્વે કેઈ સમયે જેવામાં ન આવેલાં કેટલાંક વૃક્ષે નામ દઈ દઈને તાપસ કુમારે રત્નસારને પોતાના ગુરુ માફક ઓળખાવ્યાં. પછી રત્નસાર, તાપસ કુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થે હાથીની પેઠે એક ન્હાના સરોવરમાં ન્હાય. તાપસ કુમારે રત્નસારને સારી પેઠે ન્હાયાની વાત પૂછીને તેની આગળ ફૂલફળાદિ લાવી મૂકયાં. તે આ પ્રમાણે - જાણે પ્રત્યક્ષ અમૃત જ ન હોય ! એવી પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લેકેનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષણ કરવાને અર્થે અધીર થઈ જાય એવાં પાકેલાં સુંદર આમ્રફળા, ઘણુ નાળીયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળ, ખજૂરનાં ફળ, મીઠાશનું માપજ જ ન હોય ! એવાં ઘણાં રાયણનાં ફળ, પાકાં ક્ષીરામલકીનાં ફળે, જેની અંદર સ્નિગ્ધ બીજ છે એવા હારબંધ ચાળીનાં ફળ, સારાં બીજવાળાં સુંદર બીજફળ, સારાં મધુર બીરાં, સુંદર નારંગી, સર્વોત્કૃષ્ટ દાડમ, પાકાં સાકરનિંબ, જાંબુડા, બેર, ગૂંદાં, પીલુ, ફણસ, શીંગડા, સકરટેટી, ચીભડાં, પાકાં તથા કાચાં એવાં જુદાં જુદા, વાલુક વગેરે ફળે, કમળપત્રના દડાથી પીવાય એવાં દ્વાખ વગેરેના સરસ શરબતે, નાળિયેરનું તથા સવછ સરેવરનું જળ, શાકને ઠેકાણે કાચાં આ૩વેતસ, આમલી, નિંબ વિગેરે સ્વાદિમને ઠેકાણે કાંઈક લીલી તથા કાંઈક સૂકી હારબંધ સેપારીઓ, પહોળા અને નિર્મળ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org