________________
[ ૨૧૦ ]
श्रावविधिप्रकरण ।
પિપટ શેઠની આજ્ઞા મળતાં જ, સંસારમાંથી જેમ સદબુદ્ધિ માણસ બહાર નીકળે છે, તેમ શીધ્ર પાંજરામાંથી બહાર નીકળે. બાણની પેઠે ગમન કરનાર તે પોપટ તુરત જ કુમારને આવી મળે. કુમારે પોતાના ન્હાના ભાઈની પેઠે પ્રેમથી બોલાવી ખેાળામાં બેસાર્યો. જાણે મનુષ્ય રત્નની (રત્નસારની) પ્રાપ્તિ હેવાથી પ્રમાણુ વિનાના અહંકારમાં આ હેયની ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અને નગરની પાછળ ભાર્ગોળના ભાગમાં જ મૂક્યા. બુદ્ધિશાળી પુરુષ મતિમંદ પુરુષને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અશ્ચિને પાછળ મૂકેલા બાકીના ઘડા પ્રથમથી જ નિરુત્સાહ હતા, તે થાકી ત્યાં જ ઊભા રહા.
હવે અતિશય કૂદકા મારનાર, શરીરથી પ્રાયે અદ્ધર ચાલનાર કુમારને ઘેડ જાણે શરીરે રજ લાગવાની બીકથી જ કે શું ભૂમિને સ્પર્શ પણ કરતું નહોતું. તે સમયે નદીઓ, પર્વત, જંગલની ભૂમીઓ વગેરે સર્વ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથી જ કે શું ! વેગથી ચાલતી હોય એવી ચારે તરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલંઘન કરનાર તે શ્રેષ્ઠ ઘડો કૌતુકથી ઉત્સુક થએલા કુમારના મનની પ્રેરણાથી જ કે શું ! પોતાને થતા શ્રમ તરફ કેઈ સ્થળે પણ બિલકુલ ધ્યાન નહીં પહોંચાડયું. એમ કરતાં તે ઘડે અનુક્રમે વારંવાર ફરતી જિલ્લાની સેનાથી ઘણું ભયંકર એવી શબરસેના નામની માટી અટવીમાં આવ્યું. તે હટી અટવી સંભાળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા ન સંભળાય એવા જંગલી ક્રૂર જાનવરની ગર્જનાઓના બહાનાથી જાણે “હું સર્વ અટવીઓમાં અગ્રેસર છું” એવા અહંકારવડે ગર્જના જ કરતી ન હોય ! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સુઅર, પાડા વગેરે જાનવર કુમારને કૌતુક દેખાડવાને અર્થે જ કે શું ! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહા અટવી શિયાળીઆના શબ્દના બહાનાથી “અપૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જોવાની ઈચ્છા હોય તે શીધ્ર આમ આવ.” એમ કહી કુમારને બોલાવતી જ ન હોય એવી દેખાતી હતી. તે માટી અટવીમાંનાં વૃક્ષ ધ્રુજતી શાખાઓના ટુકના બહાનાથી જાણે તે અવરને વેગ જોઈ, ચમત્કાર પામી પિતાનાં મસ્તક ધુણાવતાં ન હોય? એવાં દેખાતાં હતાં. તે મહાઅટીમાં ભિલની સ્ત્રીઓ જાણે કુમારનું મનોરંજન કરવાને અર્થે જ કે શું ! કિન્નરીની પેઠે મધુર સવારથી ઉદ્દભટ ગીતો ગાતી હતી.
આગળ જતાં રત્નસાર કુમારે હિંડોળા ઉપર હિંચકા ખાતા એક તાપસ કુમારને નેહવાળી નજરથી જોયો. તે તાપસ કુમાર મયંકમાં આવેલા નાગકુમાર સુંદર હતા; પ્રિય બાંધવ સરખી તેની દષ્ટિ જોતાંવેંત જ નેહવાળી દેખાતી હતી, અને તેને જોતાંજ એમ જણાતું હતું કે, હવે જોવા જેવું કાંઈ પણ રહ્યું નથી. તે તાપસ કુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસાર કુમારને જોઈને, જેમ વરને જેવાથી કન્યાના મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org