________________
[ ૨૮૮ ]
પ્રષિાવાળા
તેમ તે અશ્વ પણ કુશ અને વાંકા મુખને ધારણ કરનારા, ટુંકા કાનને ધારણ કરનારો, બહુજ ચપળ, સ્કંધને વિષે બેડરૂપ ચિન્હ ધારણ કરનાર અને પ્રહાર ન ખમી શકે એવો છે. આ રીતે ખરાબ રાજા સર તે અશ્વ છે ખરે તે પણ એ આશ્ચર્ય છે કેતે સર્વ લોકોના મનને ખેંચનારે તથા પોતાની અને પોતાના ધણીની સર્વ પ્રકારે બદ્ધિને વધારનાર છે. કેમકે–કુશ મુખવાળા, નહીં બહુ જાડા તથા નહી બહુ પાતળા એવા, મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા ઉંચા બંધને અને પહેળી છાતીને ધારણ કરનારા, સિનગ્ધ રોમરાજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણ કરનારા, પૃષ્ઠભાગને ઘણા જ વિશાળ, અને ઘણુ વેગવાળા એવા સર્વ ઉત્તમ ગુણેને ધારણ કરનાર ઘોડા ઉપર રાજાએ બેસવું.” પવન કરતાં પણ ચપળ એ તે ઘેડ “અસવારનું મન વધારે આગળ દોડે છે કે, હું દોડું છું” એવી હરીફાઈથી જ કે શું? એક દિવસમાં સો ગાઉ જાય છે. જાણે લક્ષમીને અંકુર જ હાયની! એવા બેસવા લાયક ઘેડા ઉપર જે પુરૂષ અસવાર થાય, તે સાત દિવસમાં જગતમાં એક એવી વસ્તુ મેળવે છે, એ ઘણું આશ્ચર્યની વાત છે! અરે કુમાર! તું પોતાના ઘરમાંની છાની વાત જાણતા નથી, અને પોતે પંડિતાઈને માટે અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી હારી વગર કારણે નિંદા કરે છે ! જે તું તે ઘડે મેળવીશ, તે હારૂં ધર્ય, શૂરવીરપણું અને ડહાપણ જણાશે.” એમ કહી કિન્નર, કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયે.
રત્નસાર કુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યો, અને પિતાને ઘણાજ ઠગાયલે માની આમણે દમણે થઈ શોક કરવા લાગ્યો. પછી ઘરના મધ્ય ભાગમાં જઈ બારણાં દઈ પલંગ ઉપર બેઠે. ત્યારે દીલગીર થએલા પિતાએ આવી તેને કહ્યું કે, “હે વત્સ! તને શું દુઃખ થયું? કાંઈ મનને અથવા શરીરને પીડા તે થઈ નથી? આના ઉત્તરમાં તેણે કહ્યું કે, જે કાંઈ તેવું હોય તો હું તેને અવશ્ય ઉપાય ક. જે હોય તે વાત મને કહે, કેમકે મોતીની પણ કિસ્મત વિંધ્યા વિના થતી નથી.” પિતાનાં એવાં વચનથી સંતેષ પામેલા રત્નસારે શીઘ બારણું ઉઘાડયાં, અને જે વાત બની ગઈ હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કહી. પિતાએ ઘણું આશ્ચર્ય પામીને કહ્યું કે, “હેવત્સ ! એ અમારે પુત્ર આ સર્વોત્તમ અશ્વ ઉપર બેસી ભૂતળને વિષે ચિરકાલ ફરતાં રખે અમને પોતાના વિયેગથી દુઃખ કરે.” એવી કલ્પનાથી મેં આજ સુધી તે ઘડે ઘણી મહેનતે ગુપ્ત રાખે, પણ તે હવે હારા હાથમાં સેંપવોજ પડશે, પરંતુ તેને યેગ લાગે તે જ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસાર કુમારને તે ઘેડો આપે. માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધ. નને આનંદ થાય છે, તેમ રત્નસાર કુમારને ઘોડો મેળવવાથી ઘણે આનંદ થયે. શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે તેને આનંદ ન થાય ? પછી ઘણે બુદ્ધિશાળી કુમાર, સૂર્ય જેમ ઉદયાચલ પર્વત ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણ ચડાવેલા તે ઘોડા ઉપર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org